National/ માલ્યા અને નીરવની મિલકતો વેચીને કેટલી વસૂલાત થઈ ? જાણો

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બેંકોએ અત્યાર સુધીમાં આ બે ભાગેડુ ડિફોલ્ટરોની મિલકતો વેચીને આ રકમ વસૂલ કરી છે.

Top Stories India
વિજય માલ્યા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું કે માલ્યા અને નીરવની મિલકતો વેચીને કેટલી વસૂલાત કરવામાં આવી છે. દેશની અનેક બેંકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરીને ભાગી ગયેલા દારૂના કારોબારી વિજય માલ્યા અને હીરાના વેપારી નીરવ મોદી પાસેથી 13,109 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બેંકોએ અત્યાર સુધીમાં આ બે ભાગેડુ ડિફોલ્ટરોની મિલકતો વેચીને આ રકમ વસૂલ કરી છે. આ વસૂલાતની માહિતી આ વર્ષે જુલાઈમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ હવે નાણામંત્રીએ સંસદમાં આ સત્તાવાર માહિતી આપી છે.

વિજય માલ્યા પર અનેક બેંકોની 9,000 કરોડ રૂપિયાની લોનની ચુકવણી ન કરવાનો આરોપ છે. આ સિવાય હીરાના વેપારી નીરવ મોદી અને તેના સંબંધી મેહુલ ચોક્સીએ PNB સહિત અનેક બેંકો સાથે રૂ. 13,000 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી.

Aishwarya Rai Summoned / ઐશ્વર્યા રાય બચ્ચન દિલ્હીમાં EDની ઓફિસ પહોંચી, પનામા પેપર્સ કેસમાં પૂછપરછ

નવી દિલ્હી / ઓમિક્રોનના વધતા ખતરા પર કેજરીવાલે કહ્યું-  બૂસ્ટર ડોઝ માટે દિલ્હી તૈયાર, કેન્દ્ર સરકાર આપે મંજૂરી આપે

સાવધાન! / ઓમિક્રોનનાં કહેર વચ્ચે દિલ્હીનાં તમામ કોવિડ દર્દીની થશે જીનોમ સિક્વન્સિંગ