ગાંધીનગર/ AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો આ મામલે શું કહે છે AAP કોર્પોરેટર તુષાર પરીખ

રાજ્યમાં પેપર લીકનાં મામલે આજે રાજનીતિક પાર્ટીઓ સરકાર પર તીખા પ્રહાર કરી રહી છે. ત્યારે આ મામલે AAP નાં કાર્યકર્તાઓ પણ ક્યા પાછળ રહેવાના હતા.

Top Stories India
20200519126L 1590831416106 1612796545458 8 AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો આ મામલે શું કહે છે AAP કોર્પોરેટર તુષાર પરીખ
  • AAPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી
  • ગાંધીનગરના કમલમ્ ખાતે કર્યો વિરોધ પ્રદર્શન
  • આપના કાર્યકરને માથામાં થઇ ઇજા
  • પેપરકાંડ મુદ્દે ચેતવણી પત્ર આપવા પહોંચ્યા હતા કાર્યકરો

રાજ્યમાં પેપર લીકનાં મામલે આજે રાજનીતિક પાર્ટીઓ સરકાર પર તીખા પ્રહાર કરી રહી છે. ત્યારે આ મામલે AAP નાં કાર્યકર્તાઓ પણ ક્યા પાછળ રહેવાના હતા. જી હા, આજે ગાંધીનગર ખાતે આવેલા કમલમમાં AAP નાં કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. જ્યા વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમા AAP નાં ઘણા કાર્યકર્તાઓને ઈજા પહોંચી હોવાનુ સામે આવી રહ્યુ છે.

AAP કાર્યકર્તાઓ મારામારી

આ પણ વાંચો – બ્રાન્ડ એમ્બેસેડર / ક્રિકેટર ઋષભ પંત ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર,CMએ સોશિયલ મીડિયા પર આપી માહિતી..

આપને જણાવી દઇએ કે, આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે AAP નાં કાર્યકર્તાઓ પેપર લીક મુદ્દે ગાંધીનગરનાં કમલમ ખાતે ચેતવણી પત્ર આપવા માટે પહોંચ્યા હતા. સુત્રોની માનીએ તો અહી AAP નાં કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ AAP નાં કાર્યકર્તાઓ પહોંચી રહ્યા હોવાની જાણએ પહેલાથી જ જાણ હોય તેમ પોલીસ મોટી સંખ્યામાં ત્યા હાજર હતી અને આ વિરોધ પ્રદર્શનને શાંત કરવા માટે તેમણે AAP નાં કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ઘણા AAP કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. મળી રહેલી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીનાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની વિશેષ ઉપસ્થિતીમાં અને આમ આદમી પાર્ટીનાં યુવા પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ સહિતનાં આગેવાનોએ ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય જઈ સી.આર.પાટીલને પેપર લીકં કાડ મુદ્દે આવેદનપત્ર આપવા પહોચ્યા હતા. વળી ફોટામાં સ્પષ્ટપણે દેખાય છે કે, પોલીસ વેનમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત અન્ય કાર્યકર્તાઓને પોલીસ ઘટનાસ્થળેથી ખસેડી અન્ય સ્થાન પર લઇ જઇ રહી છે. AAP કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચેની આ ઝપાઝપી પર ગાંધીનગરથી AAP નાં કોર્પોરેટર તુષાર પરીખે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, AAP હંમેશાથી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરે છે. અને આ તો જંગલરાજ જ છે, જો તમે નાનો વિરોધ કરવા જાઓ તો પણ જે તાનાશાહી ચાલી રહી છે એટલે તેઓ આ રીતે જ રિએક્શન આપવાના છે. વધુમાં તેમણે કહ્યુ કે, શરૂઆતથી જ ભાજપ પાર્ટીએ પોલીસને બોલાવી દીધી હતી. ત્યારબાદ શાંતિપૂર્ણ વિરોધ પર પોલીસે ધોકા માર્યા અને લોકોને ડંડાવાળી કરી અને ત્યાથી તેમને દોડાયા. તુષાર પરીખે કહ્યુ કે, દેશમાં હવે ભાજપ પાર્ટી વિરોધ કરવા માટે શું કોઇને તક જ નહી આપે. પરીખે વધુમાં કહ્યુ કે, મહિલાઓ પર હાથાપાઇનો આ પહેલો કિસ્સો થોડો છે. ભાજપ પાર્ટી તો તમને યુઝ ટૂ કરી રહી છે. તમને બનાવી રહ્યા છે કે અમે આવુ જ કરીશું અને તમે તેના માટે પૂરી તૈયારી જ રાખો.

AAP કાર્યકર્તાઓ મારામારી

આ પણ વાંચો – નવી દિલ્હી / ઓમિક્રોનના વધતા ખતરા પર કેજરીવાલે કહ્યું-  બૂસ્ટર ડોઝ માટે દિલ્હી તૈયાર, કેન્દ્ર સરકાર આપે મંજૂરી આપે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરકારનાં વિવિધ વિભાગો માટે આયોજીત હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયા બાદ સરકાર – ગૌણ સેવા પસંદગી મંડળ અને ખુદ પરીક્ષાર્થીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. જો કે આ મુશ્કેલીઓ વચ્ચે હજુ વધુ એક મુશ્કેલી પણ તોળાઇ રહી છે. સુત્રોનું માનીએ તો ટૂંક સમયમાં પરીક્ષા રદ થાય એ દિશામાં ચક્રો ગતિમાન થયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…