ફરિયાદ/ બોરસદની નિસરાયા ચોકડી પાસે મિલ્કત બાબતે ઝઘડો થતા યુવક પર હુમલો

બોરસદ શહેરની નિસરાયા ચોકડી પાસે જે. પી. ફર્નીચરની બાજુમાં મિલ્કત બાબતે ઝઘડો થતા યુવકને લાતો મારી ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનીદ  ફરિયાદ બોરસદ સીટી પોલીસ મથકે નોંધાઈ છે. મળતી વિગતો અનુસાર બોરસદ શહેરમાં નિસરાયા ચોકડી નજીક જે. પી. ફર્નીચરની બાજુમાં રહેતા સવિતાબેન સુરેશભાઈના પતિ સુરેશભાઈ સાઈકલ રીપેરીંગનો ધંધો કરે છે. સવારે […]

Gujarat

બોરસદ શહેરની નિસરાયા ચોકડી પાસે જે. પી. ફર્નીચરની બાજુમાં મિલ્કત બાબતે ઝઘડો થતા યુવકને લાતો મારી ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનીદ  ફરિયાદ બોરસદ સીટી પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર બોરસદ શહેરમાં નિસરાયા ચોકડી નજીક જે. પી. ફર્નીચરની બાજુમાં રહેતા સવિતાબેન સુરેશભાઈના પતિ સુરેશભાઈ સાઈકલ રીપેરીંગનો ધંધો કરે છે. સવારે ૧૧ વાગ્યાના સુમારે તેઓ ઘરે હતા ત્યારે તેમના જેઠ રમેશભાઈ પઢીયાર અને તેમનો દિકરો રાકેશભાઈ આવ્યા હતા. અને તેઓએ સવિતાબેનના સસરાની મિલ્કત બાબતે ઝઘડો કરી ગાળો બોલતા તેઓએ ગાળો બોલવાની ના પાડી હતી. દરમિયાન સુરેશભાઈ આવતા રમેશભાઈએ સુરેશભાઈ પર હુમલો કરી લાતો મારી ઈજાઓ કરી હતી. જેથી સવિતાબેન વચ્ચે છોડાવવા પડતા સવિતાબેનને ગડદાપાટુનો માર મારી તેમજ સુરેશભાઈને ધક્કો મારી પાડી દઈ તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે બોરસદ સીટી પોલીસે સવિતાબેનની ફરિયાદના આધારે રાકેશભાઈ રમણભાઈ પઢીયાર, રમેશભાઈ ભાઈલાલભાઈ પઢીયાર વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે