Business News/ તમારી બાઇકથી પણ કરી શકશો કમાણી? નીતિન ગડકરીએ રાજ્યોને કરી મોટી અપીલ

નીતિન ગડકરીએ ખાનગી બાઇક અને સ્કૂટરને Rapido, Ola અને Uber જેવી એપ (Nitin Gadkari Bike Taxi) સાથે જોડીને બાઇક ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપવા રાજ્યોને અપીલ કરી છે.

Top Stories Breaking News Business
Nitin Gadkari Bike Taxi: ખાનગી બાઇકને Bike Taxi બનાવવાની અપીલ

Business News: જો તમારી પાસે મોટરસાઇકલ અથવા સ્કૂટર (Nitin Gadkari Bike Taxi) છે અને તમે તેનાથી વધારાની કમાણી કરવા ઇચ્છો છો, તો આવનારા સમયમાં તમારા માટે નવી તક ઊભી થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્ય સરકારોને ખાનગી ટુ-વ્હીલર વાહનોને Rapido, Ola અને Uber જેવી એપ (Rapido Ola Uber Bike) સાથે જોડીને બાઇક ટેક્સી (Private Bike Taxi) તરીકે ચલાવવાની મંજૂરી આપવા અપીલ કરી છે. આ વ્યવસ્થાથી બાઇક માલિકોને કમાણીની તક મળવાની સાથે લોકોને ટૂંકા અંતરની મુસાફરી માટે સસ્તું પરિવહન પણ મળી શકે છે.

Nitin Gadkari Bike Taxi: ગડકરીએ રાજ્યોને 2025ની ગાઇડલાઇન્સનો અમલ કરવા કહ્યું

ગડકરીએ બુધવારે ‘RIDE: A Showcase of Aggregator and Delivery Services’ કાર્યક્રમમાં આ અપીલ કરી હતી. તેમણે રાજ્યોના પરિવહન અધિકારીઓને મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ 2025નો અમલ કરવા જણાવ્યું હતું.

જુલાઈ 2025માં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી આ માર્ગદર્શિકા (Bike Taxi Rules) હેઠળ રાજ્ય સરકારો ખાનગી રીતે નોંધાયેલી મોટરસાઇકલને એપ આધારિત કંપનીઓ સાથે જોડીને મુસાફરોની અવરજવર માટે ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. જોકે, હજુ પણ અનેક રાજ્યોમાં આ નિયમોનો સંપૂર્ણ અમલ થયો નથી.

કયા રાજ્યોમાં બાઇક ટેક્સીના નિયમો લાગુ થયા છે?

ગડકરીના જણાવ્યા અનુસાર, રાજસ્થાન પહેલું રાજ્ય છે, જ્યાં 2025ની માર્ગદર્શિકાનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો છે. જ્યારે હરિયાણા અને ઉત્તર પ્રદેશે પણ આ દિશામાં કેટલાક પગલાં લીધાં છે.

મંત્રીએ જણાવ્યું હતું કે તેમણે તમામ રાજ્યોના પરિવહન કમિશનરો સાથે વાતચીત કરી છે અને ખાનગી મોટરસાઇકલને બાઇક ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપવા માટે જરૂરી પગલાં ભરવા સૂચના આપી છે.

બાઇક માલિકોને કેવી રીતે મળશે કમાણીની તક?

ગડકરીનું માનવું છે કે જે લોકો પાસે પહેલેથી જ બાઇક અથવા સ્કૂટર છે, તેમને આ વાહનો દ્વારા વધારાની આવક મેળવવાની તક મળવી જોઈએ. તેનાથી બેરોજગારી અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે લોકોને એવી તકો મળવી જોઈએ, જેના દ્વારા તેઓ સ્વમાન સાથે પોતાનું જીવન ચલાવી શકે.

મંત્રીએ વધુમાં કહ્યું કે જો આ પહેલથી 15થી 20 કરોડ લોકોને રોજગારની તકો મળે, તો તેની અર્થવ્યવસ્થા પર મોટી અસર થઈ શકે છે. તેનાથી પરિવારોની આવક વધવાની સાથે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટે પણ સારી તકો ઊભી થઈ શકે છે.

બાઇક ટેક્સી અંગે 2025ની માર્ગદર્શિકા શું કહે છે?

મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ 2025 હેઠળ રાજ્ય સરકારોને ખાનગી એટલે કે નોન-ટ્રાન્સપોર્ટ મોટરસાઇકલને એપ આધારિત પ્લેટફોર્મ સાથે જોડીને મુસાફરોને લઈ જવાની મંજૂરી આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ માટે રાજ્ય સરકારો મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 67(3) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી શકે છે. એટલે કે ખાનગી બાઇકને બાઇક ટેક્સી તરીકે ચલાવવાની મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય સરકારના સ્તરે લઈ શકાય છે.

આ પહેલનો હેતુ લોકોને સસ્તું અને સુવિધાજનક પરિવહન પૂરું પાડવાની સાથે ટુ-વ્હીલર માલિકો માટે આવકની નવી તકો ઊભી કરવાનો છે. સાથે જ બાઇક ટેક્સીના ઉપયોગથી ટ્રાફિકનું ભારણ અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો: દેશના 40% વાયુ પ્રદૂષણ માટે હું જવાબદાર, નીતિન ગડકરીએ કેમ કહી આ વાત?

આ પણ વાંચો: એક્સપ્રેસવે પર 120 kmph સુધી સ્પીડિંગ મેમોથી રાહત, નીતિન ગડકરીની મોટી જાહેરાત

આ પણ વાંચો: મુંબઈ-ગોવા હાઈવેમાં વિલંબ પર નીતિન ગડકરી નારાજ, કહ્યું- ‘મને શરમ આવે છે, ઉદ્ઘાટનમાં નહીં આવું’