Nitin Gadkari/ નીતિન ગડકરીને મારી નાખવાની ધમકી, 3 વાર આવી ચૂક્યા છે ફોન

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમને ધમકીના ફોન આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આજે સવારથી નીતિન ગડકરીને 3 વખત જાનથી મારી નાખવાની ધમકીનો…

Top Stories India
Nitin Gadkari Threatening Calls

Nitin Gadkari Threatening Calls: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમને ધમકીના ફોન આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આજે સવારથી નીતિન ગડકરીને 3 વખત જાનથી મારી નાખવાની ધમકીનો ફોન આવ્યો છે. પોલીસના ધ્યાન પર આવ્યા બાદ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે નાગપુરના જનસંપર્ક કાર્યાલયમાં ધમકીભર્યો ફોન આવ્યો છે. આ અંગેની માહિતી મળતાં જ પોલીસ પણ જનસંપર્ક કચેરીએ પહોંચી હતી.

જણાવી દઈએ કે નીતિન ગડકરીને મોદી સરકારના શ્રેષ્ઠ કાર્યકારી મંત્રીઓમાંના એક માનવામાં આવે છે. નીતિન ગડકરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. નિતિન ગડકરીના ટ્વિટર પર 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. નીતિન ગડકરીને ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસ ગુનેગારને શોધી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કેસની જાણ થતાં અમારી ટીમ નાગપુરમાં તેમની ઓફિસ પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસ ફોન કરનારનું લોકેશન ટ્રેસ કરી રહી છે. જે પણ દોષિત હશે તેને વહેલી તકે પકડવામાં આવશે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે નીતિન ગડકરીને ત્રણ વખત ધમકીભર્યા ફોન આવ્યા છે. પહેલી વાર સવારે 11:29 વાગ્યે, બીજી વાર 11:35 વાગ્યે અને ત્રીજી વાર આજે બપોરે 12:32 વાગ્યે ફોન રણક્યો. હાલમાં પોલીસ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નીતિન ગડકરીની પીઆર ઓફિસ પહોંચ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાલ નાગપુરમાં છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ/ 14 જાન્યુઆરી 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…