રાજીનામું/ મકાન અને કાર સારી ના મળતા નીતિશકુમારના મંત્રી મદન સાહનીએ રાજીનામુ આપવાની જાહેરાત કરી

અમલદારશાહીના વિરોધમાં રાજીનામું આપી રહ્યો છું. મને જે કાર અથવા મકાન મળ્યું છે તેનાથી હું સંતુષ્ટ નથી

Top Stories
nitish મકાન અને કાર સારી ના મળતા નીતિશકુમારના મંત્રી મદન સાહનીએ રાજીનામુ આપવાની જાહેરાત કરી

બિહારની નીતીશ કુમાર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. બિહારના સમાજ કલ્યાણ પ્રધાન મદન સાહનીએ રાજીનામું આપવાની ઘોષણા કરી છે. સાહનીએ અમલદારશાહી પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે મને સારી ગાડી અને મકાન મળ્યું નથી. વધુમાં કહ્યું કે, જો તે લોકોની સેવા કરી શકશે નહીં તો આ પદ પર ચાલુ રહેવાનો કોઈ ઉચિત કારણ નથી. જોકે તેણે કહ્યું છે કે તે નીતીશ કુમારની સાથે બન્યા રહેશે.

madan મકાન અને કાર સારી ના મળતા નીતિશકુમારના મંત્રી મદન સાહનીએ રાજીનામુ આપવાની જાહેરાત કરીહું અમલદારશાહીના વિરોધમાં રાજીનામું આપી રહ્યો છું. મને જે કાર અથવા મકાન મળ્યું છે તેનાથી હું સંતુષ્ટ નથી, કારણ કે જો હું લોકોની સેવા કરી શકતો નથી, જો અધિકારીઓ મારી વાત નહી સાંભળેતો  લોકોનું કામ કેવી રીતે થઇ શકશે . જો તેમનું કામ થઇ શકતું ના હોય તો મને મંત્રીપદ પર રહેવાનો અધિકાર નથી.

સાહનીએ ટ્રાન્સફર પોસ્ટિંગમાં બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. એમ પણ કહ્યું કે નીતીશ કુમારની નજીકના અધિકારીઓએ ઘણી સંપત્તિ ઉભી કરી છે. મદન સાહનીએ સીએમ નીતીશ કુમારની નજીકના ચંચલ કુમારની સંપત્તિ તપાસની પણ માંગ કરી છે.