ગુજરાતનાં મેગા સીટી અમદાવાદમાં વ્યાજાતંકીઓનાં ત્રાસથી કંટાળી અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા હોવાનું અને તાજેતરમાં આવા કિસ્સાઓનું પ્રમાણ વધ્યુ હોવાનું નોંઘવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત પોલીસે વ્યાજાતંકીઓ પર લગામ કસવા કાયદાનો કોરડો વિંજવાની તૈયારીઓ કરી લીધી છે. એટલે કે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા જે આદેશ કરવામાં આવ્યાનાં ભાગરુપે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઇ હોવાનું જોમાં આવી રહ્યું છે અને વ્યાજખોરો પર પોલીસે કાયદાનો કોરડો વિંજવાનો ચાલુ કરી દીઘો છે.
વ્યાજાતંક/ અમદાવાદમાં વ્યાજખોરોનાં ત્રાસથી 24 વર્ષનાં યુવકે કર્યો આપઘાત
જી હા, અમદાવાદનાં વ્યાજાતંકીઓ(વ્યાજખોરો) ચેતીજજો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે 70 જેટલા માથાભારે વ્યાજાતંકીઓનું લિસ્ટ બનાવી લીધુ છે. અને આ લિસ્ટમાં સામેલ માથાભારે વ્યાજાતંકીઓ માંથી 2 ગુના નોંધી 5 વ્યાજખોરોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતમાં વ્યાજાતંકીનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ સ્થિતિમાં વ્યાજખોરોને કાબૂમાં લેવા માટે ગુજરાત પોલીસ કડક વલણ અપનાવી રહી છે. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાતનાં પોલીસ વડાએ કડક આદેશ કર્યા હતા. જેના ભાગ રૂપે અમદાવાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે. અને અમદાવાદ જિલ્લામાં વ્યાજખોરી કરી વધુ વ્યાજ પડાવી આતંક મચાવનારા 70 લોકોની યાદી ગ્રામ્ય પોલીસ દ્વારા તૈયાર કરવામા આવી છે. ઉપરાંત બે પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ નોંધી 5 વ્યાજાતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
“વ્યાજાતંક”થી થાકી જામનગરનાં યુવકે જીંદગી ટુંકાવી
ઉલ્લેખનીય છે કે, પઠાણી વ્યાજ વસુલી લોકોનું લોહી ચૂસતા આવા માથાભારે વ્યાજાતંકીઓનો આંતક એટલી હદે વધ્યો છે કે તેની બીકથી તેના દ્વારા થતા દમન મામલે કોઈ લોકો સામે ફરિયાદ નોંધાવા પણ હિંમત કરતું નથી અને આવા અસામાજીક લોક અથવા સામાજીક આતંકીઓ કહેવું વધુ આગળ પડે તેવા લોકો ફાલ્યા ફૂલ્યા ફરે છે. બસ આજ કારણે પોલીસે પોતે જ પ્રજા મિત્ર તરીકે કામગીરી હાથધરી ગામે ગામ જઇ અને લોકોની સાથે બેઠકો કરી આવા વ્યાજાતંકીઓની યાદી તૈયાર કરી છે. જેના આધારે પોલીસે આવા તમામ વ્યાજખોરોને ડામી દેવા ખાનગી રીતે તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઇએ કે પોલીસને એ પણ ખબર છે જ કે, આવા અનેક વ્યાજાતંકીઓ પોતાની વગ અને પૈસાનાં જોરે પૂર્વે જ પોતાનો કાળો આતંકી ધંધો સફેદ કરી નાખવા માટે ફાઇનાન્સનું લાઇસન્સ મેળવી ચૂક્યા છે અને જે લોકો પાસે ફાઇનાન્સનું લાઈસન્સ છે તે લોકો પણ કાયદાનો ભંગ કરી વધુ વ્યાજ વસુલ કરે છે.
રાજકોટ/ બિલ્ડરનાં ત્રાસથી ફર્નિચરનાં વેપારીનો આપઘાત, બિલ્ડરની ધરપકડ
કોઇ વહેમમાં ન રહેતા આવા લાઇસન્સીયા વ્યાજાતંકીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકારે ગુંડા ધારા લાવીને ગુનાખોરી સામે લાલ આંખ કરી છે. સાથે સાથે કેટલાક ધંધાધારી ગુનાઓને પણ ગુંડા ધારામાં આવરી લઈને સામાન્ય લોકોને માથાભારે લોકોના ત્રાસમાંથી મૂક્ત આપવાનો પ્રયત્નનો આ એક ભાગ છે.