Not Set/ નિત્યાનંદ/ આવા તકલાદી સાધુને દેશવટો આપવો જોઈએ : ગીરનાર મંડળનાં અધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજ

નિત્યાનંદ મામલે જૂના અખાડાના સંતનું નિવેદન ગીરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજનું નિવેદન ઇન્દ્રભારતી બાપુએ નિત્યાનંદને કહ્યાં તકલાદી સાધુ આવા તકલાદી સાધુને આપવો જોઈએ દેશવટો તેમને અખાડા પરિષદમાંથી પણ કરાશે બહિષ્કાર બહુચર્ચીત નિત્યાનંદ આશ્રમમાં રોજરોજ નવા ફણગાઓ ફૂંટી રહ્યા છે અને રોજબરોજ કોઇ નવી ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. રોજરોજ આશ્રમમાંથી ગાયબ થયેલી કે પછી […]

Top Stories Ahmedabad Gujarat Others
indrabharti bapu.jpg1 નિત્યાનંદ/ આવા તકલાદી સાધુને દેશવટો આપવો જોઈએ : ગીરનાર મંડળનાં અધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજ
  • નિત્યાનંદ મામલે જૂના અખાડાના સંતનું નિવેદન
  • ગીરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજનું નિવેદન
  • ઇન્દ્રભારતી બાપુએ નિત્યાનંદને કહ્યાં તકલાદી સાધુ
  • આવા તકલાદી સાધુને આપવો જોઈએ દેશવટો
  • તેમને અખાડા પરિષદમાંથી પણ કરાશે બહિષ્કાર

બહુચર્ચીત નિત્યાનંદ આશ્રમમાં રોજરોજ નવા ફણગાઓ ફૂંટી રહ્યા છે અને રોજબરોજ કોઇ નવી ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. રોજરોજ આશ્રમમાંથી ગાયબ થયેલી કે પછી આશ્રમનાં અન્ય સાધક – સાધવી દ્વારા નવા નવા વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો ક્યારે ક્યારેક ખુદ નિત્યાનંદ વીડિયો મારફતે માધ્યમોને ઘમકાવતા અને પોતાને તેમજ આશ્રમને ગુપ્ત રીતે સહાય કરતાને આભાર માનતા નજર આવે છે.

સન્યાસી અને સાધુ હોવાનાં કારણે આવો વિવાદ પ્રથમતો સ્વીકાર્ય જ ન હોય તે પણ સનાતન હકીકત છે. જ્યારે કોઇ વ્યક્તિ સંસારનો ત્યાગ કરે છે ત્યારે તે સાંસારીક સુખ સગવડો અને ભાગ – ઉપભોગનો ત્યાગ કરે છે, માટે પ્રથમિક રીતે તો કોઇ પણ પ્રકારનાં સાઘુ સામે આવા આક્ષેપો થવા તે અત્યંત શરમ જનકવાત ગણાઇ, કોઇ કારણ ન હોય તો આક્ષેપો થાય જ નહીં તે વાત પણ હકીકત છે. કહેવાય છે ને કે તાલી એક હાથે કદી પડતી નથી. ત્યારે આ મામલે સૌરાષ્ટ્રનાં સાધુ સમાજમાં પણ નિત્યનદ પ્રત્યે રોષ જોવામાં આવી રહ્યો છે.

https://twitter.com/mantavyanews/status/1196990245327138816

સૌરાષ્ટ્ર પંથકનાં સાધુ સમાજ દ્વારા નિત્યાનંદ પરત્વેનો રોષ સ્પષ્ટ જોવામાં આવ્યો હતો. અને નિત્યાનંદ મામલે જૂના અખાડાના સંતનું નિવેદન સામે આવ્યું છે. ગીરનાર મંડળનાં અધ્યક્ષ મંડલેશ્વ ઇન્દ્રભારતી મહારાજનું નિવેદન નિત્યાાનંદ જેવા ઢોંગી સાધુ(જો કે, સાધુ કહેવું પણ યોગ્ય નથી) બારામાં સાધુ સમાજનું સ્ટેન્ડ આ મામલે સ્પષ્ટ કરે છે. ઇન્દ્રભારતી બાપુએ નિત્યાનંદને તકલાદી સાધુ કહેતા જણાવ્યું છે કો, આવા તકલાદી સાધુને દેશવટો આપવો જોઈએ. આવા તમામ તકલાદી સાધુ  કે સાધુ સમાજ પર કલંક લગાડનારા લોકોને અખાડા પરિષદમાંથી પણ બહિષ્કાર કરાશે.

ભારતમાં રોજને રોજ કોઇને કોઇ આવા તકલાદી સાધુ દ્વારા અનેક પ્રકારનાં અક્ષમ્ય અપરાધો આચરવામાં આવે છે અને ધર્મની આડમાં પોતનાં નીજુ સ્વાર્થનાં ગોરખ ધંધા કરતા મોટા મોટા કૌભાંડો આચરવામાં આવે છે. આવા લંપટોની યાદી ભારતમાં ખુબ મોટી ચે અને નિત્યાનંદ તો આ યાદીમાં પહેલેથી જ અવ્વલ નંબર પર છે. ત્યારે સરકાર દ્વાર કોઇ ખાસ પ્રકારનાં પગલા લઇ આવા સાધુ સામે દાખલો બસાડવમાં આવે તેવી લોકોમાં લાગણી જોવા મળી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.