Not Set/ રાજકોટમાં ગઇ સાંજે કમોસમી ઝાપટું પડતાં ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં મંડપ ધરાશયી થતાં નાસભાગ, કોઇ જાનહાનિ નહીં

રાજકોટ શહેરને એક તરફ કોરોના ધમરોળી રહ્યો છે, ત્યારે ગઈકાલે બપોરે આવેલા કમોસમી માવઠાએ લોકોને ડરાવી મુક્યા હતારાજકોટ શહેરમાં ગઇકાલે બપોર પછી ભારે ઉચાટ જોવા મળી રહ્યો હતો. સતત ત્રીજા દિવસે રાજકોટના વાતાવરણમાં

Top Stories Gujarat
mandap fall2 રાજકોટમાં ગઇ સાંજે કમોસમી ઝાપટું પડતાં ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં મંડપ ધરાશયી થતાં નાસભાગ, કોઇ જાનહાનિ નહીં

ધ્રુવ કુંડેલ, રાજકોટ@મંતવ્ય ન્યૂઝ

રાજકોટ શહેરને એક તરફ કોરોના ધમરોળી રહ્યો છે, ત્યારે ગઈકાલે બપોરે આવેલા કમોસમી માવઠાએ લોકોને ડરાવી મુક્યા હતા,રાજકોટ શહેરમાં ગઇકાલે બપોર પછી વાતાવરણમાં ભારે ગરમી તેમજ ઉચાટ જોવા મળી રહ્યો હતો. સતત ત્રીજા દિવસે રાજકોટના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદ ગમે ત્યારે પડે તેવું વાતાવરણ પરથી લાગી રહ્યું હતું. તેની વચ્ચે રાજકોટ શહેરમાં ગઈ કાલ બપોરે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો.તેમજ અંતે સાંજના સમયે રાજકોટ શહેરમાં કમોસમી વરસાદી ઝાપટું પડયું હતું.

mnadap fall 6 રાજકોટમાં ગઇ સાંજે કમોસમી ઝાપટું પડતાં ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં મંડપ ધરાશયી થતાં નાસભાગ, કોઇ જાનહાનિ નહીં

ગઈકાલે સાંજે 6 પછીવીજળી અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ભારે પવનના કારણે સિવિલ હોસ્પિટલમાં ચૌધરી હાઇસ્કુલના  મંડપ મેદાનમાં ધરાશાયી થયા હતા. જોકે કોઇ જાનહાનિ જોવા મળી ન હતી.પરંતુ વાવાઝોડાના પગલે લોકોમાં નાસભાગ જોવા મળી હતી.પાર્ક કરેલા વાહનો પર મંડપ આખા ધસી પડતા કેટલી કાર અને વાહનો મંડપ નીચે આવી ગયા હતા. જોકે કોઈને ઇજા થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

mandap fall 5 1 રાજકોટમાં ગઇ સાંજે કમોસમી ઝાપટું પડતાં ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં મંડપ ધરાશયી થતાં નાસભાગ, કોઇ જાનહાનિ નહીં

 

સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે.એવામાં કોરોના મહામારીના કારણે દિનપ્રતિદિન આંકડો વધતો જાય છે. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા મંડપ નાખવામાં આવ્યા છે. અહીં કોરોનાના દર્દીઓને લઈને આવેલી એમ્બ્યુલન્સની રોજ લાંબી લાઈનો જોવા મળે છે. ત્યારે વરસાદના ઓચિંતા વરસાદ થી લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો પરંતુ અંતે પરિસ્થિતિ થાળે પડી હતી.

s 6 0 00 00 00 1 રાજકોટમાં ગઇ સાંજે કમોસમી ઝાપટું પડતાં ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં મંડપ ધરાશયી થતાં નાસભાગ, કોઇ જાનહાનિ નહીં