Not Set/ વિદેશી ઇ-કોમર્સ કંપનીઓને રાહતઃ ભારતીય શાખાઓ દ્ધારા વેચવામાં આવેલી વસ્તુઓ-સેવાઓ પર નહીં લાગે ડિજિટલ ટેક્સ

સરકારે નિર્ણય કર્યો છે કે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓની ભારતીય શાખા દ્ધારા વેચવામાં વસ્તુઓ, સેવાઓ પર બે ટકાનો ડિજીટલ ટેક્સ નહીં લાગે

Business
afp nirmala FM વિદેશી ઇ-કોમર્સ કંપનીઓને રાહતઃ ભારતીય શાખાઓ દ્ધારા વેચવામાં આવેલી વસ્તુઓ-સેવાઓ પર નહીં લાગે ડિજિટલ ટેક્સ

સરકારે નિર્ણય કર્યો છે કે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓની ભારતીય શાખા દ્ધારા વેચવામાં વસ્તુઓ, સેવાઓ પર બે ટકાનો ડિજીટલ ટેક્સ નહીં લાગે, જેથી તેમને બરોબરીની તક પુરી પાડી શકાય. નાણાં વિધેયક 2021માં સંશોધન કરીને એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદેશી ઇ-કોમર્સ મંચોને બે ટકાની ડિજીટલ કરની સુકવણી નહીં કરવી પડે, જે તેઓ સ્થાયી રીતે અહીં છે કે આવકવેરો ચુકવે છે.

જો કે, જે વિદેશી કંપનની કોઇપણ પ્રકારનો ટેક્સ નથી આપતી તેને આની ચુકવણી કરવી પડશે. ડિજિટલ કરની શરુઆત એપ્રિલ 2020માં થઇ હતી. અને આ કેવળ વિદેશી કંપનીઓ પર લાગુ છે, જેની વાર્ષિક આવક બે કરોડ રુપિયાથી વધુ છે અને જે ભારતીય ગ્રાહકોને વસ્તુઓ અને સેવાઓની ઓનલાઇન વેચાણ કરે છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં નાણાં વિધેયક 2021 પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે સરકારી સંશોધનના માધ્યમથી એ સ્પષ્ટ કરવા માંગું છું કે આ કર એ વસ્તુઓ પર લાગુ નહીં થાય જે ભારતના નિવાસીઓ પાસે છે. તેમણે કહ્યું કે સરકાર ડિજિટલ લેવડ-દેવડના પક્ષમાં છે અને આને નબળી કરવા માટે ક્યારેય કંઇ નહીં કરવામાં આવે. તેમણે કહ્યું કે આ ઉપકર ભારતમાં કરની ચુકવણી કરનારા ભારતીય વ્યવસાયો વચ્ચે બરાબરીના મુકાબલા માટે લગાવાયો છે. આ એ વિદેશી કંપનીઓ માટે છે જે ભારતમાં ડિજિટલ વેપાર કરે છે પરંતુ ટેક્સ નથી ચુકવતી.