Not Set/ ન દવાઇ, ન કડાઇ., ચારે તરફ ‘રેમડેસિવિર’ની લડાઇ, ઉત્પાદન જાય છે ક્યાં ?

દવાઇ ભી અને કડાઇ ભી, કહેવા માટે તો દેશના નાના-નાના બાળકો પણ આ વાક્ય એમ સમજો કે ગોખી લીધું છે. પણ જ્યારે કોરોના વાયરસની સારવારમાં જીવનરક્ષક રેમડેસિવિરના ઇન્જેક્શનની વાત આવે ત્યારે આ વાક્ય એટલું ખોખલું સાબિત થાય છે. જેમ કે ન દવા છે ન કડાઇ છે અને જે સામે દેખાઇ રહ્યુ છે તે દવાના માટે […]

Mantavya Exclusive India
22222 ન દવાઇ, ન કડાઇ., ચારે તરફ ‘રેમડેસિવિર’ની લડાઇ, ઉત્પાદન જાય છે ક્યાં ?

દવાઇ ભી અને કડાઇ ભી, કહેવા માટે તો દેશના નાના-નાના બાળકો પણ આ વાક્ય એમ સમજો કે ગોખી લીધું છે. પણ જ્યારે કોરોના વાયરસની સારવારમાં જીવનરક્ષક રેમડેસિવિરના ઇન્જેક્શનની વાત આવે ત્યારે આ વાક્ય એટલું ખોખલું સાબિત થાય છે. જેમ કે ન દવા છે ન કડાઇ છે અને જે સામે દેખાઇ રહ્યુ છે તે દવાના માટે માત્ર લડાઇ છે. હાલત એવી છે કે આ દવાના ઇન્જેક્શનનો એક ડોજ મળવો પણ હાલમાં મુશ્કેલ છે. જ્યારે ગંભીર સ્થિતીવાળા દર્દીઓ માટે છ ઇન્જેક્શનનો ડોઝ ફરજીયાત છે. તેવામાં તેને મેળવવો કેટલો જરૂરી છે તે તો માત્ર દર્દીના પરિવારજનો જ સમજી શકે છે. કારણ કે હોસ્પિટલમાં દર્દી વાયરસના અને બહાર સ્વજન અછતના ઇન્ફેક્શન સામે લડી રહયો છે.

1111111 1 ન દવાઇ, ન કડાઇ., ચારે તરફ ‘રેમડેસિવિર’ની લડાઇ, ઉત્પાદન જાય છે ક્યાં ?

મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કોવિડ-૧૯ની સારવાર માટે કામ આવતી દવા રેમડેસિવિરની અછત સર્જાઇ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી માંગ નહી હોવાના કારણે આ દવાનું પ્રોડક્શન ઘણુ ઓછું થયું છે. અને તે પછી પ્રોડક્શન વધારવા પર મેન્યુફેક્ચરોને સપ્લાય કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે.

33333 ન દવાઇ, ન કડાઇ., ચારે તરફ ‘રેમડેસિવિર’ની લડાઇ, ઉત્પાદન જાય છે ક્યાં ?

ક્યારે દુર થઇ શકે છે ઇન્જેક્શનની અછત?
જો કે સરકારે હવે રેમડેસિવિરનું ઉત્પાદન કરતી સાત કંપનીઓને આવતા સપ્તાહ સુધીમાં સંપુર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન વધારવાનું કહ્યુ છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે આ દવા ઘણી ઉપયોગી છે. આ દવાની અછત વચ્ચે સરકારે કંપનીઓને નિર્દેષ કર્યો છે. અને તેમને ઉતપાદન વધારવાનું કહેવામાં આવ્યું છે. દેશમાં હાલમાં કેટલાય રાજ્યોને કોવિડના દર્દીઓની સારવાર કરવામાં રેમડેસિવિરની અછતના કારણે મુશ્કેલીઓ આવી રહી છે. જો કે રેમડેસિવિરના મેન્યુફેક્ચરરનું કહેવુ છે કે માંગ ઓછી હોવાને લીધે આ એન્ટિ વાયરલ દવાનું ઉત્પાદન લગભગ ઝીરો થઇ ગયુ હતું. અને તે પછી તેની સપ્લાય ચેઇન પ્રભાવિત થઇ. મેન્યુફેક્ચરરો કહે છે કે તેમને અચાનક માંગ વધવાનો અંદાજો ન હતો. હવે આ અછતને દુર કરતાં તેમને દસ દિવસનો સમય લાગી શકે છે.

remdesivir 2 1 ન દવાઇ, ન કડાઇ., ચારે તરફ ‘રેમડેસિવિર’ની લડાઇ, ઉત્પાદન જાય છે ક્યાં ?

મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ ઇન્જેક્શનની અછત છે. દેશમાં પાછલા કેટલાક દિવસોમાં એક લાખથી વધારે કેસો સામે આવી રહયા છે. અને એક્ટિવ કેસોની સંખ્યા પણ ૧૦ લાખથી વધારે પહોચી ગઇ છે. તેમાંથી અડધા સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે. જ્યાં દરરોજ ૪૦થી પચાસ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનોની જરૂરીયાત પડે છે. પાછલા વર્ષે અહી રેમડેસિવિરની ૩૦ હજાર શીશીઓની જરૂર પડી હતી.

remdesivir 5 ન દવાઇ, ન કડાઇ., ચારે તરફ ‘રેમડેસિવિર’ની લડાઇ, ઉત્પાદન જાય છે ક્યાં ?

ભારતમાં સાત કંપનીઓ બનાવે છે રેમડેસિવિર
રેમડેસિવિરનું ઉત્પાદન કરતી સાત કંપનીઓ માઇલાન, હેટેરો હેલ્થકેર, જુબિલેંટ લાઇફ સાયંસ, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબોરેટરી, ઝાયડસ કેડિલા, સન ફાર્માસ્યુટિકલ ને પ્રતિ મહિને ૩૧.૬ લાખ શીશીઓથી વધારેમાં વધારે ક્ષમતા સાથે પ્રોડક્શન કરવા માટે કહયુ છે. આ કંપનીઓનું પ્રોડક્શન ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં પાંચથી દસ ટકા નિચે આવ્યુ હતું. કારણ કે બજારમાં કોઇ માંગ જ હતી નહી. હવે કંપનીઓએ માર્ચથી સ્કેલિંગ શરૂ કર્યુ છે. પણ તેમાં હવે સમય લાગશે. રેમડેસિવિરનું ઉત્પાદન કરવા માટે કંપનીઓને ૨પ જાતના રો-મટેરિયલસની જરૂર પડે છે. કંપનીઓની પાસે કોઇ ઇવેંટરી નથી તેને ખરીદવી પડે છે. અને જે લોકો તેને સપ્લાય કરે છે તે ઝડપથી આપી શકે તેમ નથી. હાલમાં એક કે બે દિવસમાં કંપનીઓ ૩પ હજાર જેટલી શીશીઓનું નિર્માણ કરી શકે છે.

remdesivir 6 ન દવાઇ, ન કડાઇ., ચારે તરફ ‘રેમડેસિવિર’ની લડાઇ, ઉત્પાદન જાય છે ક્યાં ?

રેમડેસિવિરના  ઉત્પાદનમાં કેટલો લાગે છે સમય?
રેમડેસિવિરના નિર્માણકાર્યમાં લગભગ પાંચ દિવસ લાગી શકે છે. અને તે પછી આ દવા ૧૪ દિવસના ટેસ્ટમાંથી પસાર થાય છે. અને તેને બેથી આઠ ડિગ્રી સેલ્સિંયસમાં પરિવહન માટે લગભગ ત્રણ દિવસની જરૂર હોય છે. આ આખી સાયકલમાં ૨૦થી ૨પ દિવસ લાગી શકે છે. મોટાભાગના ઉત્પાનકર્તાઓએ માર્ચમાં તેનું પ્રોડક્શન વધાર્યુ છે. પણ કોવિડના પ્રતિબંધોને લીધે કાચા માલની જરૂરીયાતમાં પરિવહન ઇશ્યુ બન્યો છે.

remdesivir 7 ન દવાઇ, ન કડાઇ., ચારે તરફ ‘રેમડેસિવિર’ની લડાઇ, ઉત્પાદન જાય છે ક્યાં ?

ઇબોલા વાયરસની સારવાર માટે બનાવાઇ હતી રેમડેસિવિર
તમને જણાવી દઇએ કે અમેરીકાની એક કંપનીએ હિપેટાઇટિસની સારવાર માટે રેમડેસિવિરની દવા શોધી હતી. ત્યારપછી આ દવાનો ઉપયોગ ઇબોલા વાયરસ માટે કરવામાં આવ્યો. જેમાં તે અસરકારક સાબિત થઇ. અને હવે કોરોના મહામારીના દર્દીઓ પર તેનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. તો કોરોના સંક્રમણમાં પણ આ દવા અસરકારક સાબિત થઇ રહી છે. જો કે આ દવા શરીરમાં કોરોના સંક્રમણને ફેલાતું પણ રોકે છે. પાછલા દિવસોમાં ડબલ્યુંએચઓએ આ દવાના ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
અને તે પછી ભારતમાં આ દવાની ડિમાન્ડ વધી ગઇ હતી.

remdesivir 1 ન દવાઇ, ન કડાઇ., ચારે તરફ ‘રેમડેસિવિર’ની લડાઇ, ઉત્પાદન જાય છે ક્યાં ?

જોકે રેમડેસિવિર એક એન્ટિવાયરલ દવા છે. જેને ઇબોલાની સારવાર માટે બનાવાઇ હતી. તેને અમેરીકાની ફાર્માસ્યુટિકલ ગિલિયડ સાયંસ દ્વારા બનાવવામાં આવી હતી. આજ વર્ષે ફ્રેબ્રુઆરીમાં યુએસ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસિજે જાહેરાત કરી હતી કે તે કોવિડ-૧૯ સામે તપાસ માટે રેમેડેસિવિરનો ટ્રાયલ કરી રહયુ છે. તમને જણાવી દઇએ કે આ દવા સાર્સ અને મર્સ જેવા વાયરસ સામે એનિમલ ટેસ્ટિંગમાં પણ સારા પરિણામો આપ્યા છે.