ગુજરાત/ હવે ઓમિક્રોન ટેસ્ટિંગનાં પરિણામ માટે નહી જોવી પડે વધુ રાહ

રાજ્યમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. તાજેતરમાં ઓમિક્રોનનાં ટેસ્ટિંગને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Top Stories Gujarat Others
ઓમિક્રોન ટેસ્ટ પરિણામ
  • ઓમિક્રોન ટેસ્ટિંગનું ઝડપી આવશે પરિણામ
  • ગુજરાત બાયોટેક લેબ દ્વારા વિકસાવાઇ કીટ
  • આરોગ્ય વિભાગે આજથી કિટનો શરૂ કર્યો ઉપયોગ
  • 5 થી 8 કલાકમાં ઓમિક્રોન વેરિયન્ટનું આવશે પરિણામ
  • હાલમાં ઓમિક્રોન પરિણામમાં 3 દિવસનો લાગે સમય
  • ઝડપી ઓમિક્રોન ટેસ્ટિંગ કીટને અપાઇ મંજૂરી

રાજ્યમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. તાજેતરમાં ઓમિક્રોનનાં ટેસ્ટિંગને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, હવે ઓમિક્રોન ટેસ્ટિંગનો રિપોર્ટ ઝડપી આવશે.

આ પણ વાંચો – ઉજવણી પર રોક / રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી પર લાગી શકે છે રોક! ટૂંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત

આપને જણાવી દઇએ કે, વિશ્વભરમાં ઓમિક્રોન વેરિયન્ટનાં વધતા જતા કેસની વચ્ચે, દરેક તેના ઝડપી રિપોર્ટને લઈને ચિંતિત છે. વળી જો ગુજરાતની વાત કરીએ તો અહી ઓમિક્રોનનાં કેસમાં વધારોએ સરકાર અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ખાસ એ પણ જરૂરી છે કે આ નવા વેરિઅન્ટથી કોઇ સંક્રમિત છે તો તેનો રિપોર્ટ જલ્દી મળે, જેથી તેને ફેલાવતા રોકી શકાય. જો કે હવે મળી રહેલી માહિતી અનુસાર આ નવા ઓમિક્રોન વેરિઅન્ટથી કોઇ સંક્રમિત છે કે નહી તેનો રિપોર્ટ જલ્દી જ મળી શકશે. ગુજરાત બાયોટેક દ્વારા આ કીટને વિકસાવવામાં આવી છે. સુત્રોની માનીએ તો આરોગ્ય વિભાગે આજથી જ કિટનો ઉપયોગ શરૂ કર્યો છે. આ રિપોર્ટ કર્યા બાદ 5 થી 8 કલાકમાં ઓમિક્રોન વેરિઅન્ટનું પરિણામ આવી જાય છે. જ્યારે હાલમાં ઓમિક્રોનનાં પરિણામમાં  3 દિવસનો સમય લાગતો હતો. આ ઝડપી ઓમિક્રોન કિટને મંજૂરી આપવામાં આવ્યા બાદ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની ઓળખ જલ્દી થઇ શકશે અને તેના ફેલાવને રોકવામાં પણ ઘણી હદ સુધી મદદ મળી શકશે.

આ પણ વાંચો – અલ્હાબાદ હાઇકોર્ટની અપીલ મામલે / ચૂંટણી પંચ આરોગ્ય સચિવ સાથે 27 ડિસેમ્બરે કરશે મહત્વની બેઠક,પાંચ રાજ્યોની ચૂંટણી સંદર્ભે ચર્ચા થશે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઝડપથી કોરોનાનાં નવા વેરિઅન્ટનાં કેસ વધી રહ્યા છે. ત્યારે જો આ વેરિઅન્ટથી સંક્રમિતોની ઓળખ જલ્દી થઇ જાય છે તો તેના ફેલાવને રોકી શકાય છે અને મોટી મુશ્કેલીમાંથી બચી શકાય છે. આપને જણાવી દઇએ કે, દેશમાં સૌથી વધુ ઓમિક્રોનનાં કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાંથી સામે આવ્યા છે. ત્યારે આ બન્ને રાજ્યની સરકાર આવનારા સમયમાં કડક પગલા ભરી શકે છે. વળી આ નવા વેરિઅન્ટથી વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે આ ત્રીજી લહેરનો સંકેત હોઇ શકે છે.