Not Set/ ઈઝરાયલમાં કોઇ પણ પાર્ટીને ન મળી શક્યો બહુમત, ફરી થઇ શકે છે ચૂંટણી

ઇઝરાઇલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનાં મુખ્ય હરીફ બેની ગેટ્સે ગુરુવારે પોતાને વડા પ્રધાન તરીકે રજૂ કર્યા હતા. તેના થોડા સમય પહેલા નેતાન્યાહૂએ બ્લૂ એન્ડ વ્હાઇટ પાર્ટીનાં નેતા ગેટ્સને એકતાની સરકાર રચાય તેવી અપીલ કરી હતી, જેથી ત્રીજી વખત ચૂંટણી ન આવે. ગુરુવાર સુધીમાં, પાંચ મહિનામાં દેશની અંદર બીજીવાર ચૂંટણીની લગભગ 97 ટકા મત ગણતરી કરવામાં […]

Top Stories World
israeil ઈઝરાયલમાં કોઇ પણ પાર્ટીને ન મળી શક્યો બહુમત, ફરી થઇ શકે છે ચૂંટણી

ઇઝરાઇલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનાં મુખ્ય હરીફ બેની ગેટ્સે ગુરુવારે પોતાને વડા પ્રધાન તરીકે રજૂ કર્યા હતા. તેના થોડા સમય પહેલા નેતાન્યાહૂએ બ્લૂ એન્ડ વ્હાઇટ પાર્ટીનાં નેતા ગેટ્સને એકતાની સરકાર રચાય તેવી અપીલ કરી હતી, જેથી ત્રીજી વખત ચૂંટણી ન આવે. ગુરુવાર સુધીમાં, પાંચ મહિનામાં દેશની અંદર બીજીવાર ચૂંટણીની લગભગ 97 ટકા મત ગણતરી કરવામાં આવી હતી અને ગેટ્સની બ્લૂ એન્ડ વ્હાઇટ પાર્ટીને ઇઝરાઇલની 120 બેઠકોવાળી સંસદમાં એ 33 બેઠકો મળી છે. જ્યારે નેતન્યાહૂની લિકુડુ પાર્ટીને 31 બેઠકો મળી છે.

ગેન્ટસે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ એક વ્યાપક, ઉદાર અને સંયુક્ત સરકારની રચના અને નેતૃત્વ કરવા માગે છે. તેમણે કહ્યું, “ઇઝરાઇલ પર લાદવામાં આવેલી ચૂંટણીમાં લોકોએ મત આપ્યો અને સ્પષ્ટ સંદેશ આપ્યો. “ગેટ્સે કહ્યું કે ઇઝરાઇલની જનતા ગત ચૂંટણી પછી પણ એકતાની સરકાર ઇચ્છે છે. નેતાન્યાહૂને હવે પછીનાં વડા પ્રધાન તરીકે ચૂંટી લાવવાની ભલામણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “એકતાની સરકાર બનાવવા માટે કોઈ રાજકીય જૂથ અને ઝુકાવ સાથે આવી શકશે નહીં”.

ગેટ્સને ટાંકીને હારેજ છાપાએ જણાવ્યું છે કે ‘તમે ઇમાનદારી અને જવાબદારી સાથે આવ્યા છો. હું તે પ્રમાણે કામ કરીશ.’ તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પણ હુકમનામું અનુસરશે નહીં. અગાઉ, 69 વર્ષીય નેતન્યાહૂએ કહ્યું હતું કે તેઓ દક્ષિણપંથી સરકાર બનાવવા માંગે છે, પરંતુ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે આ શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.