Not Set/ ના મે રાજીનામું આપ્યું છે અને ના કોઇએ માગ્યું છે : મનોજ તિવારી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ડબલ આંકડાને પણ સ્પર્શ કરી શકી નહોતી અને માત્ર 8 બેઠકો જ જીતી શકી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી હતી. જેના બીજા દિવસે મીડિયામાં અહેવાલો આવવા લાગ્યા કે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ તેમના પદ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. જોકે, ભાજપનાં સાંસદે આ […]

Top Stories India
Manoj Tiwari1 ના મે રાજીનામું આપ્યું છે અને ના કોઇએ માગ્યું છે : મનોજ તિવારી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ડબલ આંકડાને પણ સ્પર્શ કરી શકી નહોતી અને માત્ર 8 બેઠકો જ જીતી શકી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી હતી. જેના બીજા દિવસે મીડિયામાં અહેવાલો આવવા લાગ્યા કે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ તેમના પદ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. જોકે, ભાજપનાં સાંસદે આ અહેવાલોને નકારી કાઠ્યા હતા.

મનોજ તિવારીએ મીડિયામાં ચાલી રહેલા રાજીનામાની રજૂઆતનાં સમાચારોને નકારી કાઠ્યા અને કહ્યુ કે, તેમને ન તો રાજીનામું આપવા કહેવામાં આવ્યું છે કે ન તો તેમણે રાજીનામું આપ્યું છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે મનોજ તિવારીએ રાજીનામું આપવાની ઓફર કરી હતી, પાર્ટી હાઈકમાન્ડે કહ્યું હતું કે હાલ તેની જરૂર નથી બીજેપીને 48 બેઠકો મળશે એવો દાવો કરતા તેમના ટ્વિટને કારણે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની જબરદસ્ત ખેંચવામાં આવી રહી હતી.

વળી પરિણામો પછી, મનોજ તિવારીએ ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ પાર્ટીનાં કાર્યકરોની તેમની મહેનત બદલ આભાર માનતાં કહ્યું કે, દિલ્હીની જનતાનો જનાદેશનો સમ્માન કરીએ છીએ. મનોજ તિવારીએ કહ્યું કે, ‘અમે સારું પ્રદર્શન કરી શક્યા નહીં, અમે તેનું મૂલ્યાંકન કરીશું. જ્યારે પરિણામો અમારી અપેક્ષાઓ મુજબ ન આવે ત્યારે અમે નિરાશ થઈએ છીએ, પરંતુ હું મારા કાર્યકરોને કહેવા માંગુ છું કે તેઓએ નિરાશ ન થવું જોઈએ… 2015 ની તુલનામાં અમારી જીતવાની ટકાવારી વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.