Not Set/ મોલ-મલ્ટિપ્લેક્સ પાર્કિંગ ચાર્જ ઉઘરાવી શકે, તેવો કોઇ નિયમ કે કાયદો નથી: રાજ્ય સરકાર

અમદાવાદ, મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાનો મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંધનામુ રજૂ કર્યું. જેમાં તેમના વતી એવી રજુઆત કરાઈ હતી કે,  મોલ અને મલ્ટિપ્લેક્સ સંચાલકો પાર્કિંગ ચાર્જ ઉઘરાવી શકે અને તેવો કોઇ નિયમ કે કાયદો પણ નથી. જોકે પાર્કિંગ ચાર્જ ના ઉઘરાવી શકે તેવો પણ કોઈ નિયમ કે કાયદો નથી. રાજ્ય સરકારે સોગંદનામામાં સ્પષ્ટતા […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 317 મોલ-મલ્ટિપ્લેક્સ પાર્કિંગ ચાર્જ ઉઘરાવી શકે, તેવો કોઇ નિયમ કે કાયદો નથી: રાજ્ય સરકાર

અમદાવાદ,

મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાનો મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંધનામુ રજૂ કર્યું. જેમાં તેમના વતી એવી રજુઆત કરાઈ હતી કે,  મોલ અને મલ્ટિપ્લેક્સ સંચાલકો પાર્કિંગ ચાર્જ ઉઘરાવી શકે અને તેવો કોઇ નિયમ કે કાયદો પણ નથી.

જોકે પાર્કિંગ ચાર્જ ના ઉઘરાવી શકે તેવો પણ કોઈ નિયમ કે કાયદો નથી. રાજ્ય સરકારે સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે કે, જી.ડી.સી.આર ના નિયમ પ્રમાણે 50 ટકા પાર્કિંગ રાખવું ફરજીયાત છે.

પાર્કિંગ ચાર્જ વસુલવાની સંચાલકોની કોઈ સત્તા નથી, મોલ બંધ કરવા અંગે કોર્ટે હુકમ કરવો પડે તે પહેલાં નિર્ણય લે અરજદારો

જેમાં 20 ટકા પાર્કિંગ વિઝિટર્સ માટે રાખવું ફરજિયાત છે અને વિઝીટર્સ પાર્કિંગ બાબતે જો ચાર્જ લેવામાં આવે તો તેને ફરજિયાત કરવાનો મૂળ હેતુ પરાસ્ત થઈ જાય છે.

મોલ અને મલ્ટિપ્લેક્સ પાર્કિંગ ચાર્જ લેવાની છૂટ ના આપવી જોઈએ તેવી રાજ્ય સરકારની રજૂઆત હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું.

કોર્પોરેશન દ્વારા જી.ડી.સી.આર ના નિયમ પ્રમાણે પાર્કિંગ સ્પેસ રાખવી ફરજિયાત હોવાનું જણાવામાં આવ્યું હતું અને બાબતને લઈને ઔડાના સમયમાં અપાયેલી પરવાનગીઓ અંગેની બાબતો ધ્યાને આવતા કોર્ટે ઔડાનો  પણ જવાબ માંગ્યો હતો.