Noida International Airport/ ક્યારે તૈયાર થશે ભારતમાં બની રહેલું એશિયાનું સૌથી મોટું એરપોર્ટ? કઈ તારીખે ઉપડશે પ્રથમ ફ્લાઈટ?

 નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે શરૂ થશે? પ્રથમ ફ્લાઇટ ક્યારે ઉપડશે? સંયુક્ત સંકલન સમિતિની બેઠકમાં આ અંગે મોટું અપડેટ આવ્યું છે.

Business
સૌથી મોટું એરપોર્ટ

ઉત્તર પ્રદેશ (UP) અને આસપાસના શહેરોમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે. કારણ કે યુપીમાં બની રહેલું એશિયાનું સૌથી મોટું એરપોર્ટ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે શરૂ થશે તેની જાણકારી સામે આવી છે. સંયુક્ત સંકલન સમિતિ (JCC)ની પાંચમી બેઠકમાં ખાતરી આપવામાં આવી હતી કે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (JIA)નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લગભગ દોઢ મહિના પછી એટલે કે ફેબ્રુઆરીમાં કાર્યરત થઈ જશે. અહિયાં પ્રેક્ટિસ માટે અહીં ફ્લાઈટ્સ ની ઉડાન શરુ થઇ જશે.

નોઈડા એરપોર્ટ પરથી ક્યારે ઉડશે વિમાનો?

તમને જણાવી દઈએ કે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. એરપોર્ટ સમયસર તૈયાર થઈ જશે તેવી અપેક્ષા છે. આવતા વર્ષથી અહીં વિમાનોઉડાન ભરવાનું શરુ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, પ્લેન ફેબ્રુઆરી 2024થી પ્રેક્ટિસ તરીકે ઉડાન ભરવાનું શરૂ કરશે.

નોઈડા એરપોર્ટનું કામ ક્યારે થશે પૂર્ણ?

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ શુક્રવારે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. અને ત્યાર બાદ સંયુક્ત સંકલન સમિતિની પાંચમી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય એજન્સીઓના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. દુર્ગા શંકર મિશ્રાએ બેઠકમાં જણાવ્યું હતું કે એરપોર્ટ પર નિર્માણ કાર્ય સમયસર પૂર્ણ થવાની અપેક્ષા છે. સરકાર આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા ગંભીર છે.

બેઠકમાં પ્રગતિ અહેવાલ રજૂ કરાયો?

ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં એરપોર્ટના નિર્માણ સાથે સંબંધિત અધિકારીઓએ પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. ઝ્યુરિચ ઈન્ટરનેશનલ એરપોર્ટ એજી અને યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાતી મશીનરી અને પ્રોજેક્ટમાં કામ કરતા મજૂરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે બાંધકામ સમયસર પૂર્ણ થશે.


whatsapp ad White Font big size 2 4 ક્યારે તૈયાર થશે ભારતમાં બની રહેલું એશિયાનું સૌથી મોટું એરપોર્ટ? કઈ તારીખે ઉપડશે પ્રથમ ફ્લાઈટ?


આ પણ વાંચો:Gift-Silver Trading/ગિફ્ટની મોટી છલાંગ, IIBXનો પ્રારંભ, પહેલા જ દિવસે ચાંદીનો જંગી કારોબાર

આ પણ વાંચો:Aadhar card/ UIDAIએ યુઝર્સને આપી મોટી રાહત, મફતમાં આધાર અપડેટ કરવાની તારીખ વધારી, જાણો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો:તમારા માટે/આ પાંચ કામ 31મી ડિસેમ્બર સુધીમાં કરો પૂર્ણ, નહીં તો થશે મોટું નુકસાન