Not Set/ બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીએ આપી આત્મવિલોપનની ચીમકી,વીડિયો વાયરલ

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે લાખો લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા માટે મોટી સંખ્યામાં લોકોએ ફ્રોર્મ ભર્યા હતા. બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરી રહેલા આ વિદ્યાર્થીઓ હવે આ પરીક્ષા પાછી ખેંચાઇ હોવાના વિરોધમાં ખુલ્લા મને […]

Top Stories Gujarat Others
pjimage 2019 10 14T081716.050 બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીએ આપી આત્મવિલોપનની ચીમકી,વીડિયો વાયરલ

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે લાખો લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા માટે મોટી સંખ્યામાં લોકોએ ફ્રોર્મ ભર્યા હતા. બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરી રહેલા આ વિદ્યાર્થીઓ હવે આ પરીક્ષા પાછી ખેંચાઇ હોવાના વિરોધમાં ખુલ્લા મને બોલી રહ્યા છે. તાજેતરમાં ભાવનગરનાં પાલીતાણાનાં એક વિદ્યાર્થીએ આ પરીક્ષા પાંછી ખેંચાઇ હોવાનો વિરોધ પોતાને આત્મવિલોપનની ચીમકી આપતા કર્યો છે.

બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની આ બન્ને પરીક્ષા જે ઓક્ટોબરની 20 તારીખે લેવાની હતી તેને રદ્દ કરી દેવામાં આવી હતી. જેનાથી વિદ્યાર્થીઓ ઘણા નારાજ થયા છે. જેમા ભાવનગર પાલીતાણાનાં વિદ્યાર્થીનો આત્મવિલોપનની ચીમકી આપતો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થયો છે. વિદ્યાર્થીની માંગ છે કે તેને બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આપવા દેવામાં આવે. આ વિડીયોમાં સરકાર સામે વિદ્યાર્થીએ બળાપો કાઢ્યો હતો. સરાકારની નીતિ રીતિ સામે વિદ્યાર્થીએ રોષ વ્યક્ત કર્યો  હતો.

ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા રદ્દ કરાતાં અંદાજીત 11 લાખ ઉમેદવારોને અસર થઇ છે. જેને લઇને ઉમેદવારોનો આક્રોશ સામે આવ્યો છે. કુલ 3,738 જગ્યાઓ માટે રાજ્યભરમાં આ પરીક્ષા યોજાવાની હતી. પરંતુ અચાનક જ રાજ્ય સરકારનાં આદેશ બાદ પરીક્ષા મોકુફ કરાઇ હોવાની સત્તાવાર જાહેરાત થતાં નવી તારીખ જાહેર કરાશે તેવી જાણકારી સામે આવી છે. જેને લઇને ભાવનગરનાં પાલીતાણાનો આ વિદ્યાર્થી કંટાળી જતા તેણે આત્મવિલોપનની ચીમકી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.