World/ ઉત્તર કોરિયાનું લક્ષ્ય વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ પ્રાપ્ત કરવાનું છે: કિમ જોંગ

ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા  કિમ જોંગ હમેશા પરમાણુ શક્તિ વિશે વાત કરે છે,જેના લીધે સમગ્ર દુનિયાથી સૌથી વધારે શક્તિ પરમાણું ની મેળવવા ઇચ્છે છે

Top Stories World
પરમાણુ શક્તિ

ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા  કિમ જોંગ હમેશા પરમાણુ શક્તિ વિશે વાત કરે છે,જેના લીધે સમગ્ર દુનિયાથી સૌથી વધારે શક્તિ પરમાણું ની મેળવવા ઇચ્છે છે. ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા  કિમ જોંગ ઉને કહ્યું કે તેમના દેશનું અંતિમ લક્ષ્ય વિશ્વની સૌથી શક્તિશાળી પરમાણુ શક્તિ પ્રાપ્ત કરવાનું છે. ઉત્તર કોરિયાની સૌથી મોટી બેલેસ્ટિક મિસાઈલના તાજેતરના પ્રક્ષેપણમાં સામેલ ડઝનબંધ સૈન્ય અધિકારીઓને પ્રોત્સાહન આપતાં તેમણે આ વાત કહી હતી. રાજ્યના મીડિયાએ રવિવારે આ માહિતી આપી છે.

કિમનું નિવેદન તેમણે દેશની નવી હ્વાસોંગ-17 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) ના પરીક્ષણની દેખરેખ પછી અને 18 નવેમ્બરે પરમાણુ હથિયારો સાથે યુએસ પરમાણુ જોખમોનો સામનો કરવા માટે વચન આપ્યું હતું.કિમે કહ્યું કે પરમાણુ દળનું નિર્માણ એ રાજ્ય અને લોકોની ગરિમા અને સાર્વભૌમત્વની મજબૂતીથી સુરક્ષા કરવાનો છે અને તેનું અંતિમ લક્ષ્ય વિશ્વની સૌથી શક્તિશાળી વ્યૂહાત્મક શક્તિ પ્રાપ્ત કરવાનું છે. તેમણે હવાસોંગ-17ને “વિશ્વનું સૌથી મજબૂત વ્યૂહાત્મક શસ્ત્ર” ગણાવ્યું અને કહ્યું કે તે વિશ્વની સૌથી મજબૂત સૈન્ય બનાવવાની ઉત્તર કોરિયાની ક્ષમતા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની તમામ ધમકીઓ છતાં ઉત્તર કોરિયાએ કોરિયન દ્વીપમાં બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. મિસાઈલ છોડવાની સાથે જ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પહેલીવાર પોતાના જીવન સાથે જોડાયેલો સૌથી મોટો ખુલાસો કર્યો છે. મિસાઈલ ફાયરિંગની સાથે તેણે એક ફોટો પણ શેર કર્યો જેમાં તે સફેદ કોટ પહેરેલી છોકરી સાથે હાથ પકડીને જોવા મળી રહ્યો છે. એ છોકરી બીજું કોઈ નહીં પણ તેની દીકરી છે. પહેલીવાર તેણે દુનિયાને પોતાની દીકરીના અસ્તિત્વ વિશે જાણકારી આપી છે.અમેરિકા માટે મોટો પડકાર હાલ કોરિયા છે .

China/ચીનમાં કોરોના પોલિસી સામે પ્રજામાં ભારે રોષ,સરકાર સામે કર્યો વિરોધ પ્રદર્શન,જુઓ વીડિયો

નિધન/બેલારુસના વિદેશ મંત્રી વ્લાદિમીર મેકીનું અવસાન,બે દિવસ બાદ રશિયમાં બેઠક કરવાના હતા