Not Set/ બે ખતરનાક દુશ્મનો, દુશ્મની ભૂલી કિમ જોંગ ઉનને મળવા રાજી થયા ટ્રમ્પ

વોશિંગ્ટન, અમેરિકાના અધિકારીઓના જણાવ્યાં મુજબ ઉતર કોરિયાના સમુખત્યાર કિમ જોંગ ઉન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાની વાત કહી છે. દક્ષિણ કોરીયાના નેશનલ સિક્યોરીટી ઓફિસના હેડ ચુંગ ઐઈયોંગે જણાવ્યુ હતું કે, બન્ને દેશના નેતાઓ મુલાકાત માટે તૈયાર થયા છે. ચુંગ અત્યારે વોશિંગ્ટનના પ્રવાસે છે અહીં તેઓ અમેરિકા અને સહયોગી દેશોને પોતાના તાજેતરના ઉત્તર કોરીયાના પ્રવાસ દરમિયાન […]

World
COREA 0518 Kim e Don બે ખતરનાક દુશ્મનો, દુશ્મની ભૂલી કિમ જોંગ ઉનને મળવા રાજી થયા ટ્રમ્પ

વોશિંગ્ટન,

અમેરિકાના અધિકારીઓના જણાવ્યાં મુજબ ઉતર કોરિયાના સમુખત્યાર કિમ જોંગ ઉન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાની વાત કહી છે. દક્ષિણ કોરીયાના નેશનલ સિક્યોરીટી ઓફિસના હેડ ચુંગ ઐઈયોંગે જણાવ્યુ હતું કે, બન્ને દેશના નેતાઓ મુલાકાત માટે તૈયાર થયા છે.

ચુંગ અત્યારે વોશિંગ્ટનના પ્રવાસે છે અહીં તેઓ અમેરિકા અને સહયોગી દેશોને પોતાના તાજેતરના ઉત્તર કોરીયાના પ્રવાસ દરમિયાન થયેલ વાતચીત અંગે માહિતી આપવા માટે આવ્યા છે.

અમેરિકા અને ઉત્તર કોરીયાના સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલ તણાવ ઉકેલવાના સંકેત મળી રહ્યા છે. અત્યાર સુધી એકબીજાને ધમકી આપતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરીયાના સમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે આગામી મે મહિનામાં મુલાકાત થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કિમ સાથે મુલાકાત માટે તૈયારી દર્શાવી છે. બન્ને નેતાઓ વચ્ચે થનારી આ સંભવિત મુલાકાતને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. દક્ષિણ કોરીયાના આ અધિકારીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત બાદ જણાવ્યુ હતું કે કિમ જોંગ પોતાના પરમાણુ કાર્યક્રમ રોકવા તૈયારી દર્શાવી છે. આ બેઠક બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે દક્ષિણ કોરીયા આગામી સમયમાં ઉત્તર કોરીયાને લઈ મોટી જાહેરાત કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે વધુ કોઈ માહિતી આપી નથી પરંતુ તેમના સંકેત સ્પષ્ટ હતા કે આ જાહેરાત ઉત્તર કોરીયાને લઈને હશે. ઉત્તર કોરીયાના આક્રમક પરમાણુ કાર્યક્રમને લઈને અત્યાર સુધી કોરીયન ટાપુ પર ભારે તણાવનો માહોલ હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્‌મ્પ અને કિમ જોંગ ઉન એકબીજાના દેશ પર હુમલાની ધમકી પણ આપી ચુક્યા છે. કિમ જોંગ અને ટ્રમ્પે ગતવર્ષે  એક બીજા પર આક્રમક વાતચીત થઈ જેના કારણે એમ લાગી રહ્યું હતું કે ઉતર કોરિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવો માહોલ બની ગયો છે.

મહત્વનું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉતર કોરિયાના ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને એક બીજાને દુશ્મન માની રહેલા નેતાઓ એક સાથે બેસીને વાતચિત કરવાના છે. જોવાનું એ રહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન એક બીજાને મળ્યા પછી બન્ને દેશના સંબધો વચ્ચે શીતળતા આવે છે કે નહિ.