contreversey/ મલેશિયાના પૂર્વ વડાપ્રધાને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપતા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદ: ‘ક્રૂર સરકારો લોકશાહીને સમર્થન આપવાનો દાવો કરે છે પરંતુ તેઓ ભેદભાવ કરે છે.’

Top Stories World Politics
Beginners guide to 2 મલેશિયાના પૂર્વ વડાપ્રધાને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપતા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે દુશ્મની જગજાહેર છે. કાશ્મીર મુદ્દે મલેશિયાના પૂર્વ વડાપ્રધાને પાકિસ્તાનની તરફેણ કરતા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદ કાશ્મીર મુદ્દે એક વીડિયો સંદેશ જાહેર કર્યો, જેમાં તેઓ કાશ્મીરની તુલના પેલેસ્ટાઈન સાથે કરી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ આરોપ લગાવતા કહી રહ્યા છે કે જે રીતે ઈઝરાયેલ પેલેસ્ટાઈનના લોકો સાથે વર્તન કરી રહ્યું છે તે સમાન રીતે ભારત કાશ્મીરના લોકો વ્યવહાર કરી રહ્યું છે. વધુમાં વીડિયોમાં તેમણે સ્વતંત્રતા સેનાનીઓને આતંકવાદીનો દરજ્જો આપતા હોવાનો સરકારો પર આક્ષેપ કર્યો.

કાશ્મીર મુદે પાકિસ્તાનની તરફેણ કરનાર મલેશિયાના પૂર્વ વડાપ્રધાને ભારતીય ભાગેડુ ઝાકિર નાઈકને મલેશિયામાં આશ્રય આપવા ઉપરાંત તેને સંપૂર્ણ સુરક્ષા પણ આપી હતી. મલેશિયામાં પાકિસ્તાની હાઈ કમિશને મહાતિર મોહમ્મદના વીડિયો પોસ્ટ કર્યો હતો. પાકિસ્તાને 27 ઓક્ટોબર, કાશ્મીરના ભારતમાં વિલીનીકરણના દિવસને ‘કાળો દિવસ’ તરીકે ઉજવ્યો હતો. જ્યાં મલેશિયાના પીએમએ એક ઝેરી નિવેદન આપતા કહ્યું કે, ‘ક્રૂર સરકારો લોકશાહીને સમર્થન આપવાનો દાવો કરે છે પરંતુ તેઓ ભેદભાવ કરે છે.’

મલેશિયાના પીએમએ કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું કે ક્રૂર સરકારો દાયકાઓથી ભેદભાવપૂર્ણ અને નરસંહારની નીતિઓનું પાલન કરી રહી છે. પશ્ચિમી દેશોની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ સંસ્થાનવાદી શક્તિઓ હવે નવા કબજા હેઠળના દેશોને સમર્થન આપી રહી છે જે નરસંહારનું કારણ બની રહી છે. મહાતિર મોહમ્મદે હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં હમાસની તરફેણ કરી હતી અને ઇઝરાયલના વલણની ટીકા કરી હતી. સાથે તેમણે ઉલ્લેખ કર્યો કે ઈઝરાયેલ પોતાની સૈન્ય તાકાતથી પેલેસ્ટાઈનીઓ પર તબાહી મચાવી રહ્યું છે જેનો તમાસો દુનિયા જોઈ રહી છે. આ સાથે તેમણે દાવો પણ કર્યો કે ગાઝામાંથી પેલેસ્ટાઈનીઓના અસ્તિત્વને ખતમ કરવાનો ઈઝરાયેલનો ઈરાદો છે અને તેથી જ તેમણે ઇઝરાયેલની અપાતી તમામ મૂળભૂત સપ્લાય બંધ કરી દીધી છે. ઇઝરાયેલના વલણ પર રોષ ઠાલવતા ભારત પર આરોપ લગાવ્યો કે ભારત પણ કાશ્મીરમાં ઈઝરાયેલની રણનીતિને અનુસરી રહ્યું છે.

મહાતિરે પોતાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન સાથેના સંબંધો મજબૂત કરતા ભારત વિરુદ્ધ અનેક ઝેરીલા નિવેદનો આપ્યા છે. ઉપરાંત ભારતીય ભાગેડુ ઝાકિર નાઈકને મલેશિયામાં આશ્રય પણ આપ્યો છે.  મહાતિર મોહમ્મદ અને ઈમરાન ખાન બંને તુર્કી સાથે નવું ઈસ્લામિક ગઠબંધન કરવા ઈચ્છતા હતા. પરંતુ સાઉદી અરેબિયાના દબાણ બાદ પાકિસ્તાને પીછેહઠ કરવી પડી હતી.  એક સમયે  ભારતે પામ ઓઈલની આયાત ઘટાડતા મલેશિયાને જડબાતોડ જવાબ આપવાના કારણે મલેશિયાના પૂર્વ પીએમ મહાતિર વધુ ક્રોધિત થયા હતા. અને આ જ કારણ છે કે તેઓ કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ અને પાકિસ્તાનની તરફેણ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 મલેશિયાના પૂર્વ વડાપ્રધાને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપતા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું


આ પણ વાંચો : રખડતા ઢોરોના મુદ્દે હાઇકોર્ટે ઉધડો લેતા એએમસીની ઊંઘ ઉડી

આ પણ વાંચો : Mass Suicide/ સુરતમાં પિતાએ 6 સભ્યોને દવા પીવડાવી ગળે ફાંસો ખાધો, સ્યુસાઇડ નોટમાં રહસ્ય ખુલશે!

આ પણ વાંચો : Vidhansabha Election/ મધ્યપ્રદેશ ચૂંટણી સર્વેના સંકેત, કોંગ્રેસ માટે ‘સકારાત્મક’ અને ભાજપ માટે ‘ટેન્શન’