Not Set/ બ્રિટેનની વિપક્ષી પાર્ટીએ કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની કરી માંગ, ભારતે કરી આકરી ટીકા

બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ બુધવારે કાશ્મીર પર એક કટોકટીનો ઠરાવ પસાર કર્યો હતો, જેમાં પક્ષનાં નેતા જેરેમી કોર્બીનએ આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને આ વિસ્તારમાં ‘જવાનો’ અધિકાર અને તેના લોકોનાં આત્મનિર્ધારણની માંગણી કરી હતી. ભારતીય સમુદાયનાં પ્રતિનિધિઓએ તેની ટીકા કરતાં તેને ‘ખોટા વિચારો પર આધારિત’ અને ‘ભ્રામક માહિતી’ ગણાવી હતી. દરમિયાન ભારતે બ્રિટનની લેબર પાર્ટીનાં કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય […]

Top Stories World
corbyn 1821248 બ્રિટેનની વિપક્ષી પાર્ટીએ કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની કરી માંગ, ભારતે કરી આકરી ટીકા

બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ બુધવારે કાશ્મીર પર એક કટોકટીનો ઠરાવ પસાર કર્યો હતો, જેમાં પક્ષનાં નેતા જેરેમી કોર્બીનએ આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને આ વિસ્તારમાં ‘જવાનો’ અધિકાર અને તેના લોકોનાં આત્મનિર્ધારણની માંગણી કરી હતી. ભારતીય સમુદાયનાં પ્રતિનિધિઓએ તેની ટીકા કરતાં તેને ‘ખોટા વિચારો પર આધારિત’ અને ‘ભ્રામક માહિતી’ ગણાવી હતી.

દરમિયાન ભારતે બ્રિટનની લેબર પાર્ટીનાં કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગનાં પ્રસ્તાવની ટીકા કરી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે લેબર પાર્ટીનાં આ પગલાંને ‘વોટબેંક’ની રાજનીતિ  ગણાવ્યું હતું.

તેમણે કહ્યું કે આ મુદ્દે લેબર પાર્ટી અથવા તેના પ્રતિનિધિઓ સાથે વાત કરવાનો કોઈ સવાલ જ નથી. કાશ્મીર અંગે બ્રિટિશ સરકારનાં સત્તાવાર વલણને વિપક્ષ દ્વારા સૂચવવામાં આવ્યું છે. બ્રિટિશ સરકારનો મત રહ્યો છે કે કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.