વેક્સિન/ અમદાવાદમાં હોટલ કે રેસ્ટોરેન્ટમાં પ્રવેશ ત્યારે જ મળશે કે તમે કોરોના વેક્સિન લીધી હશે

આજે અમદાવાદ કોરોના સર્ટિફિકેટ અંગે મોટા સમાચાર આવ્યા છે. વેક્સિન લીધી હશે તેને જ હોટલ અને રેસ્ટોરેન્ટમાં પ્રવેશ આપવામાં આવશે

Top Stories
certificate અમદાવાદમાં હોટલ કે રેસ્ટોરેન્ટમાં પ્રવેશ ત્યારે જ મળશે કે તમે કોરોના વેક્સિન લીધી હશે

રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં છે પરતું સરકારે કોરોના ફરીવાર સક્રીય ના બને  તે માટે સરકાર અગમચેતી પગલાં ભરી રહી છે. કોરોના સામે એકમાત્ર વિકલ્પ વેક્સિન જ છે. તેથી સરકારે વેક્સિનેશન અભિયાન ચલાવી રહી છે અને આજે અમદાવાદ કોરોના સર્ટિફિકેટ અંગે મોટા સમાચાર આવ્યા છે. વેક્સિન લીધી હશે તેને જ હોટલ અને રેસ્ટોરેન્ટમાં પ્રવેશ આપવામાં આવશે.તમારે જમવા જવું હશે તો તમારે વેક્સિનેશન લીધી હોવી જરૂરી છે નહિતર તમને પ્રવેશ આપવામાં આવશે નહીં.

કોરોનાનાને ધ્યાનમાં લઇને સરકાર તો અગ્રેસર કામગીરી કરી રહી છે ત્યારે અમદાવાદમાં હોટલ અને રેસ્ટોરેન્ટ એસોશિએશને  મહત્વનો નિર્ણય લીધો છે. હોટલ અને વેક્સિન ફરજિયાત કરી દીધી છે. તમારે હોટલમાં કે રેસ્ટોરેન્ટમા જવા ઇચ્છતા હશો તો તમારે વેક્સિનનો એક ડોઝ લીધેલું હોવું જોઇએ, અને તેમારે સર્ટિફિકેટ પણ બતાવવું પડશે તો જ તમને પ્રવેશ મળશે.

અમદાવાદ હોટલ અને રેસ્ટોરેન્ટે અતિ મહત્વનો નિર્ણય લીધો છે હવે જે લોકોએ વેક્સિન નહી લીધી હોય તેમને હોટલમાં પ્રવેશ મળશે નહી જેના લીધે જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકો પણ હવે વેક્સિનશ લેશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય જોવા મળી રહ્યા છે. કોરનાના છેલ્લા 24 કલાકમાં 20 કેસ ગઇકાલે નોંધાયા હતા. કોરનાથી એક પણ મૃત્યુ થયું ન હતું.