Not Set/ ઉત્તર કોરિયા : કીમ જોંગ ઉનએ કહ્યું હવે પરમાણુ પરીક્ષણ નહિ કરે

  ઉત્તર કોરિયાના મીડિયામાં શનિવારના એક અહેવાલમાં ઉત્તર કોરિયાના શક્તિશાળી નેતા કિમ જોંગ ઉને જાહેરાત કરી હતી કે પ્યોંગયાંગ હવે કોઈ પરમાણુ અથવા આંતરખંડીય બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ નહિ કરે અને તે તેના અણુ પરીક્ષણ સાઇટ બંધ કરી દેશે. આ જાહેરાત માટે યુ.એસ. ઉત્તર કોરિયાને લાંબા સમયથી કરી રહી હતી. ઉત્તર કોરિયાનું આ પગલું કોરિયમાં એક […]

World
North Korea World War 3 Donald Trump US nuclear missile Kim Jong un Pyongyang 622475 ઉત્તર કોરિયા : કીમ જોંગ ઉનએ કહ્યું હવે પરમાણુ પરીક્ષણ નહિ કરે

 

ઉત્તર કોરિયાના મીડિયામાં શનિવારના એક અહેવાલમાં ઉત્તર કોરિયાના શક્તિશાળી નેતા કિમ જોંગ ઉને જાહેરાત કરી હતી કે પ્યોંગયાંગ હવે કોઈ પરમાણુ અથવા આંતરખંડીય બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ નહિ કરે અને તે તેના અણુ પરીક્ષણ સાઇટ બંધ કરી દેશે. આ જાહેરાત માટે યુ.એસ. ઉત્તર કોરિયાને લાંબા સમયથી કરી રહી હતી. ઉત્તર કોરિયાનું આ પગલું કોરિયમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવશે. વધુ અગત્યનું એ છે કે કિમ જોંગ એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં આ મુદ્દે પોતાના વિચારો નક્કી કર્યા છે જયારે તેમણે દક્ષિણ કોરિયન નેતા મૂન-ઇન સાથે મુલાકાત અરી હતી. કીમની આ ઘોષણા અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ સાથેની મુલાકાત પહેલા આવી ગઈ છે.

કિમ એક સત્તા રૂઢ પાર્ટીની એક બેઠકમાં જણાવ્યું હતું કે, પરમાણુ શસ્ત્રો પુષ્ટિ કરવામાં આવી છે. તેથી હવે મધ્ય અને લાંબી-રેન્જ મિસાઇલો અથવા ICBM ના અણુ પરીક્ષણો અથવા પરીક્ષણો શરૂ કરવાની જરૂર નથી. સત્તાવાર કેસીએનએ ન્યૂઝ એજન્સી અનુસાર, તેમણે વર્કર પાર્ટીની સેન્ટ્રલ કમિટીની બેઠકમાં કહ્યું હતું કે, “નોર્થ એટમિક ટેસ્ટ સ્ટેશનએ તેનું મિશન પૂર્ણ કરી લીધું છે.”

પ્યોંગયાંગએ કિમ હેઠળ તેના હથિયાર કાર્યક્રમોમાં ઝડપથી ટેકનીકલ પ્રગતિ કરી છે. ગયા વર્ષે છઠ્ઠા પરમાણુ પરિક્ષણમાં, કિમ જોંગે અત્યાર સુધીના સૌથી શક્તિશાળી પરીક્ષણો પણ રજૂ કર્યા હતા, જેમાં તેમણે યુનાઈટેડ સ્ટેટ્સની મુખ્યભૂમિ સુધી પહોંચવામાં સક્ષમ મિસાઇલ્સની પણ ચકાસણી કરી હતી.