Not Set/ ઉત્તર કોરિયાની હાલત કફોડી, ભૂખમરાથી મરી રહ્યાં છે લોકો

ઉત્તર કોરિયાએ કોરોના મહામારીમ સામે સુરક્ષાના ભાગરૂપે પોતાની સરહદો સીલ કરી નાખી છે. જેને લઈને  ઉત્તર કોરિયામાં ખાદ્યાન્ન સંકટ છે. લોકોની આજીવિકા પર અસર પડી છે

Top Stories
દ્વારકા 12 ઉત્તર કોરિયાની હાલત કફોડી, ભૂખમરાથી મરી રહ્યાં છે લોકો

ઉત્તર કોરિયામાં ભૂખમરાથી લોકોની હાલત બગડી ગઈ છે. તે આખી દુનિયાથી જાણે અલગ પડી ચૂક્યો છે. આ વાત સંયુક્ત રાષ્ટ્રના એક સ્વતંત્ર તપાસકર્તા ટોમસ ઓજિયા ક્વિન્ટાએ જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 ના નિવારણ માટે લેવાયેલા પગલાં અને બગડતા વૈશ્વિક સંબંધોને કારણે ઉત્તર કોરિયા આજે વૈશ્વિક સમુદાયથી જે પ્રમાણે અલગ દેખાય છે તેવો ક્યારેય નથી જોવા મળ્યો અને દેશની અંદરના લોકોના માનવાધિકારો પર આ સ્થિતિની ભારે અસર થઈ છે.

ઉત્તર કોરિયાની હાલત કફોડી, ભૂખમરાથી મરી રહ્યાં છે લોકો

  • ઉત્તર કોરિયાની દુનિયા થઈ ગઈ છે અલગ
  • કોરોનામાં કોરિયાની સ્થિતિ લથડી

ઉત્તર કોરિયાએ કોરોના મહામારીમ સામે સુરક્ષાના ભાગરૂપે પોતાની સરહદો સીલ કરી નાખી છે. જેને લઈને  ઉત્તર કોરિયામાં ખાદ્યાન્ન સંકટ છે. લોકોની આજીવિકા પર અસર પડી છે અને બાળકો તેમજ વડીલો માટે ભૂખમરાનું જોખમ છે. રાજકીય કેદીઓની શિબિરોમાં ખાદ્યાન્નની કમિને લઈને બહુ ચિંતિત છે. ડેમોક્રેટીક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા એ મહામારીના નિવારણ માટે સરહદો બંધ કરી નાખી જેની ઉત્તર કોરિયાના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે, કેમકે દેશનું સ્વાસ્થ્ય સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણની અછત અને તબીબી સામગ્રીના પુરવઠાની અછતનો સામનો કરી રહ્યો છે.

ઉત્તર કોરિયાની હાલત કફોડી, ભૂખમરાથી મરી રહ્યાં છે લોકો

ડીપીઆરકેમાં માનવાધિકારો પર સંયુક્ત રાષ્ટ્રના વિશેષ તપાસકર્તા તરીકે છ વર્ષ બાદ મહાસભાને પોતાની અંતિમ રિપોર્ટમાં ટોમસ ઓજિયા ક્વિન્ટાનાએ કહ્યું કે, ‘આવજાવ કરવાની સ્વતંત્રતા પર પાબંદી અને રાષ્ટ્રીય સરહદો બંધ કરવાથી બજારની ગતિવિધિમાં વિક્ષેપ આવ્યો છે. લોકોના ભોજન સહિતની પાયાની જરૂરિયાતો માટે આ ગતિવિધિ યોગ્ય રીતે ચાલુ રહે એ જરૂરી છે.’ ક્વિન્ટાનાએ ઉમેર્યું કે હાલમાં ઉત્તર કોરિયામાં સંયુક્ત રાષ્ટ્રનો કોઈ આંતરરાષ્ટ્રીય સ્ટાફ નથી અને રાજદ્વારીઓ સતત દેશ છોડી રહ્યા છે.

ગુજરાત / ફાર્માસીસ્ટ માટે સ્માર્ટકાર્ડ, બોગસ ફાર્માસીસ્ટ સામે ફોજદારી કાર્યવાહી

ક્રુઝ ડ્રગ્સ કેસ / આર્યન ખાનના જામીન પર આજે પણ નિર્ણય લેવામાં આવ્યો નથી, હવે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે

મુન્દ્રાના ડ્રગ્સ કેસ / અદાણી પોર્ટથી ઝડપાયેલ 3000KG ડ્રગ મામલે મોટો ઘટસ્ફોટ, દુબઈથી અપાયો હતો હવાલો અને…