Not Set/ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત થઇ નથી,નવા કેસ 51 નોંધાયા

દિલ્હીમાં ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા વધીને 14,35,529 થઈ ગઈ છે.

India
delhi દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત થઇ નથી,નવા કેસ 51 નોંધાયા

ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે,કોરોના મામલે  દેશની રાજધાની દિલ્હી માટે  રાહતના સમાચાર છે કે છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ને કારણે એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ 2 માર્ચ પછી પહેલીવાર બન્યું છે, જ્યારે દિલ્હીમાં એક પણ મૃત્યુ નોંધાયુ નથી. કોરોનાના નવા કેસની વાત કરીએ તો આ દરમિયાન 51 નવા કેસ નોંધાયા છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ આ વર્ષે ઘટીને 592 થઈ ગઈ છે. આ સાથે રિકવરી દર 98.21%, મૃત્યુ દર 1.74%, સકારાત્મકતા દર – 0.07% સુધી પહોંચી ગયો છે.

અત્યાર સુધીમાં, દિલ્હીમાં ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા વધીને 14,35,529 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 80 ટકા દર્દીઓએ કોરોનાને હરાવ્યો  છે. આની સાથે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 14,09,910 થઈ છે.

આખા દેશની વાત કરીએ તો રવિવારે ભારતમાં કોરોનાના 41,157 નવા કેસ નોંધાયા હતા. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 3,11,06,065 થઈ છે.એક જ દિવસમાં કોરોનાને કારણે 518 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારબાદ મૃત્યુઆંક વધીને 4,13,609 પર પહોંચી ગયો. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 4,22,660 થઈ છે જે ચેપના કુલ કેસોમાં 1.36 ટકા છે.ઉલ્લેખનીય છે કે કોરોના કેસમામ નોધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. હાલ સ્થિતિ કોરોના મામલે સારી છ અને સરકારે વેક્સિનેશન અભિયાન ઝડપી બનાવ્યો છે.