Firing/ યોગી સરકારનાં રાજમાં સાંસદનાં પુત્ર જ નથી સુરક્ષિત, અજાણ્યા શખ્સો ગોળી મારી ફરાર

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ભાજપનાં સાંસદ કૌશલ કિશોરનાં પુત્ર આયુષને બાઇક સવાર બદમાશોએ ગોળી મારીને ફરાર થઇ ગયા છે.

India
Mantavya 30 યોગી સરકારનાં રાજમાં સાંસદનાં પુત્ર જ નથી સુરક્ષિત, અજાણ્યા શખ્સો ગોળી મારી ફરાર

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ભાજપનાં સાંસદ કૌશલ કિશોરનાં પુત્ર આયુષને બાઇક સવાર બદમાશોએ ગોળી મારીને ફરાર થઇ ગયા છે. કૌશલ કિશોરનાં પુત્ર આયુષને માડિયાવ વિસ્તારમાં છઠામીલ ચોકડી નજીક ગોળી મારવામાં આવી હતી. આયુષને ગોળી માર્યા બાદ બદમાશો ભાગી ઘયા હતા. જણાવી દઇએ કે, હાલનાં સમયમાં આયુષને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા આયુષની તબિયત સારી હોવાનુ સામે આવી રહ્યુ છે.

Suicide Case / પતિ જુલમ ગુજારે તો લાત મારો, કાયદાનો સહારો લો : આયેશાના ઇન્સાફ માટે ઓવૈસી મેદાનમાં

લખનઉ પોલીસનાં કહેવા મુજબ, ફાયરિંગ બાદ સાંસદનાં પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે. તેની હાલત સ્થિર છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરાઇ છે. એડીસીપી ઉત્તર પ્રાચી સિંહનાં જણાવ્યા અનુસાર, આયુષ રાત્રે લગભગ 2.45 વાગ્યે મડિયાંવ ગયા બાદ ઘરે પરત ફરી રહ્યો હતો. છઠ્ઠા મીલ પર પહોંચતા બદમાશોએ ગોળીબાર કર્યો હતો. ગોળી આયુષનાં જમણા હાથને વાગીની નીકળી ગઇ હતી. એડીસીપીનાં જણાવ્યા મુજબ ઘાયલોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આયુષ નિવેદન આપવાની સ્થિતિમાં નથી. વળી, પુત્ર પર થયેલા હુમલાની માહિતી મળ્યા પછી તુરંત જ સાંસદ કૌશલ કિશોર અને તેમના પત્ની જયદેવી ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા.

Politics / ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિકલ્પ કાયમી ધોરણે બની શકશે?

આ ઘટના સામે આવ્યા બાદ યુપીનાં યોગી વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા થવા લાગ્યા છે. જણાવી દઇએ કે, ગઈકાલે ગાજીપુરમાં થયેલી લૂંટ અને હવે યુપીની રાજધાની લખનઉમાં સાંસદનાં પુત્ર પર ફાયરિંગથી વહીવટ અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ