Not Set/ નોટબંધીઃ વડોદરામાં નવી બે હજારની 12.82 લાખ રૂપિયાના ચલણી નોટ સાથે 14 લાખ રૂપિયા ઝડપાયા

વડોદરાઃ નોટબંધી બાદ દેશભરમા IT અને ક્રાઇમ બ્રાંચ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. વિવિધ જગ્યાએથી નવી ચલણી નોટો ઝડપાઇ રહી છે. ત્યારે ગુજરાતના વડોદરમાં આવેલા પાદરામાંથી રૂપિયા 14 લાખની રૂપિયા સાથે 2 હજાર રૂપિયાના દરની 12.82 લાખની ચલણી નોટ ઝડપાઇ છે. માહિતી મુજબ, પાદરાનાં ઘાયજ ગામ પાસેથી પોલીસે બાતમીના આધારે રેડ પાડી 5 શખ્સોની […]

Gujarat

વડોદરાઃ નોટબંધી બાદ દેશભરમા IT અને ક્રાઇમ બ્રાંચ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. વિવિધ જગ્યાએથી નવી ચલણી નોટો ઝડપાઇ રહી છે. ત્યારે ગુજરાતના વડોદરમાં આવેલા પાદરામાંથી રૂપિયા 14 લાખની રૂપિયા સાથે 2 હજાર રૂપિયાના દરની 12.82 લાખની ચલણી નોટ ઝડપાઇ છે.

માહિતી મુજબ, પાદરાનાં ઘાયજ ગામ પાસેથી પોલીસે બાતમીના આધારે રેડ પાડી 5 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આ પાંચેય આરોપીઓ નવી 2 હજારના દરની કુલ 12.82ની નોટ અને રૂપિયા 100ની 814 નોટ તેમજ 50ના દરની 132 અને રૂપિયા 500ના દરની 13 નોટ મળી ટોટલ રૂપિયા 13 લાખી 76 હજાર 500 નોટ બદલાવવા આવ્યા હતા. જે દરમિયાન રેડ પાડી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો પૂછપરછ દરમિયાન આ રૂપિયા ક્યાંથી લાગ્યા તે અંગે કોઈપણ પ્રકારની આરોપીઓ દ્વારા માહિતી આપવામાં ન આવતા પોલીસે તમામ રૂપિયા કબજામાં લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ અંગે પોલીસ દ્વારા ઈન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે આ તમામ આરોપીઓ 10 ટકાનાં દરે રૂપિયા બદલવા માટે આવ્યા હતા. તો હાલ આ આરોપીઓ પાસે આટલા મોટા પ્રમાણમાં નોટો ક્યાંથી આવી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં વધું મોટા ખુલાસાઓ સામે આવી શકે છે.