Not Set/  વર્ચ્યુઅલ કરન્સી “બીટકોઈન”માં કમાણી કરનાર ૫૦ લોકોને IT વિભાગ દ્વારા ફટકારવામાં આવી નોટિસ

વર્ચ્યુઅલ કરન્સી “બીટકોઈન” દ્વારા મોટી કમાણી કરનાર લોકોને આયકર વિભાગ દ્વારા સિકંજામાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કરન્સી દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરનાર લોકોને આયકાર વિભાગ દ્વારા નોટિસ પણ જારી કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધી આયકર વિભાગ દ્વારા ૫૦ થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ બીટકોઈનમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારા લોકોની યાદી […]

Business
18E2A9AA00000514 5122771 Cryptocurrencies include Bitcoin Ethereum and lightcoin but Bitc a 2 1511859350671  વર્ચ્યુઅલ કરન્સી "બીટકોઈન"માં કમાણી કરનાર ૫૦ લોકોને IT વિભાગ દ્વારા ફટકારવામાં આવી નોટિસ

વર્ચ્યુઅલ કરન્સી “બીટકોઈન” દ્વારા મોટી કમાણી કરનાર લોકોને આયકર વિભાગ દ્વારા સિકંજામાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કરન્સી દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરનાર લોકોને આયકાર વિભાગ દ્વારા નોટિસ પણ જારી કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધી આયકર વિભાગ દ્વારા ૫૦ થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ બીટકોઈનમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારા લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ, બેગ્લુરૂ ઈન્વેશટિગેશન યુનિટ દ્વારા ઇન્કમટેક્ષ વિભાગની ૮ જગ્યાએ આ માહિતી આપવામાં આવી છે. આયકર વિભાગ દ્વારા જે વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવી છે તે લોકો પર તપાસ બાદ ટેક્રસચોરીનો આરોપ લગાવવામાં આવશે અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ અંગે વધુમાં જણાવતા આયકર વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, લોકોને મળતી માહિતીના આધારે નોટિસ મોકલવામાં આવી છે, તેમજ લોકોની પૂછપરછ કરી બીજી વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. આ અંગે ચેક કરવામાં આવશે કે આ લોકોએ બીટકોઈનમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. આ કેસમાં ફસાયેલા લોકો પાસેથી IT વિભાગ દ્વારા જરૂરી ટેક્સ વસૂલવામાં આવશે.