વિઝા/ હવે ઇ વિઝાથી જ ભારતમાં અફઘાન નાગરિકોને એન્ટ્રી મળશે

કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ નિર્ણય અફઘાનિસ્તાનમાં સતત બદલાતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે

Top Stories
હવે ઇ વિઝાથી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નક્કી કર્યું છે કે હવે ઇ વિઝાથી અફઘાનિસ્તાનના નાગરિકો માત્ર ઈ-વિઝા પર જ ભારત આવી શકશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ નિર્ણય અફઘાનિસ્તાનમાં સતત બદલાતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે  સરકારે ગયા અઠવાડિયે માત્ર અફઘાન નાગરિકો માટે ઈ-ઈમરજન્સી વિઝા આપવાની જાહેરાત કરી હતી. હવે ઇ વિઝાથી હાલની અરજી પ્રક્રિયામાં સમાવવામાં આવી છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ નિર્ણયથી અફઘાન નાગરિકોને અગાઉ આપવામાં આવેલા તમામ વિઝા હવે અમાન્ય થઈ ગયા છે. જો કે, આ વ્યવસ્થા માત્ર દેશની બહાર હાજર નાગરિકો માટે છે. એટલે કે, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા, બિઝનેસ વિઝા વગેરે, અગાઉ અફઘાન નાગરિકોને આપવામાં આવતા, હવે ગેરકાયદેસર બની ગયા છે.

નોંધનીય છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કરી લીધો છે તેના લીધે હાલ ત્યાંની સ્થિતિ  અરાજકતા ભરેલી જોવા મળી છે ,અફઘાનિસ્તાનના નાગરિકો હાલ દહેશતમાં જીવી રહ્યા છે. ભારત સરકાર ત્યાંથી ભારતીયોને નીકાળવા માટ