ફફડાટ/ હવે સરકારી કર્મચારીઓ પણ કામ નહીં કરે તો થશે હકાલપટ્ટી

સરકારી કર્મચારી વાસ્તવમાં કામ કરે તે મોટા સમાચાર મનાય છે, તે કામ ન કરે તે વાત તો લોકોએસ્વીકારી જ લીધી છે. ગુજરાત સરકારે હવે આ રીતે તેમના માટે એનપીએ (નોન પર્ફોર્મિંગ એસેટ્સ) બની ગયેલા કર્મચારીઓને દૂર કરવા નિર્ણય લેતા સરકારી બાબુઓમાં ફફડાટ છે.

Top Stories Gujarat
Mantavyanews 5 2 હવે સરકારી કર્મચારીઓ પણ કામ નહીં કરે તો થશે હકાલપટ્ટી

ગાંધીનગરઃ સરકારી કર્મચારી વાસ્તવમાં કામ કરે તે મોટા સમાચાર મનાય છે, તે કામ ન કરે તે વાત તો લોકોએસ્વીકારી જ લીધી છે. ગુજરાત સરકારે હવે આ રીતે તેમના માટે એનપીએ (નોન પર્ફોર્મિંગ એસેટ્સ) બની ગયેલા કર્મચારીઓને દૂર કરવા નિર્ણય લેતા સરકારી બાબુઓમાં ફફડાટ છે.

ગુજરાત સરકાર આ માટે જુદા-જુદા વિભાગોમાં કામગીરી કરતા ક્લાસ-વન અને ક્લાસ-ટુના 55 વર્ષથી વધુ વયના નિષ્ક્રીય અધિકારીઓની હકાલપટ્ટી કરશે. તેઓનો નોકરીમાંથી વહેલામાં વહેલી તકે વિદાય સમારંભનો તખ્તો તૈયાર કરવામાં આવશે.

સરકાર આ પ્રકારના કર્મચારીઓની યાદી બનાવી રહી છે, 55 વર્ષથી વધુ વયના આ એવા કર્મચારીઓ છે જે રીતસરના ફાઇલો પર બેસી રહે છે, કામ કરતાં તો નથી ઉપરથી કામમાં અવરોધ ઊભો કરે છે. સરકાર આવા કર્મચારીઓને લઈને અંકુશ નાખવાની તૈયારી કરી રહી છે.

સરકારે આ માટે 29મી સપ્ટેમ્બરના રોજ સૂચના જાહેર કરી છે. સરકારને હવે 50થી 55 વર્ષની વયના અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાની સત્તા મળી છે. સરકારને મળેલા અધિકાર મુજબ સરકારી કર્મચારીઓને 50થી 55 વર્ષની વયે નિવૃત્ત કરી શકાશે. સરકારને સરકારી કર્મચારીની કામગીરી યોગ્ય ન લાગે તો તેને 50થી 55 વર્ષની વયે પણ નિવૃત્ત કરી શકશે. આમ કર્મચારીઓની સેવાના આધારે સમીક્ષા કરવાની સત્તા સરકાર પાસે છે.

સરકાર આવો કોઈપણ પ્રકારનો નિર્ણય કરતાં પહેલા સમગ્ર કામગીરીના રેકોર્ડને ધ્યાનમાં લેશે. સરકારી કર્મચારીની કામગીરી અસરકારક નહી જણાય તો સરકાર જાતે જ તેનો વિદાય સમારંભ ગોઠવશે. બિનઅસરકારકતાના ધોરણે સરકારી કર્મચારીને નિવૃત્ત કરવો અઘરો હોવાથી તેના પર એક વર્ષના સમયગાળા સુધી વિચારણા થઈ શકે છે.

સરકારના આ વલણના લીધે સરકારી કર્મચારીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. આમ સરકારી કર્મચારીઓએ પણ ખાનગી કંપનીના કર્મચારીની જેમ પર્ફોર્મન્સ આપવું પડશે નહીં તો સરકાર ગમે ત્યારે હાંકી કાઢશે. સરકાર આ સિવાય કર્મચારીઓની કામગીરીની ત્રિમાસિક ધોરણે સમીક્ષા પણ કરવાની છે.

આ પણ વાંચોઃ દવાને લઈને ડાઉટ/ ડોક્ટરે બાળકને દવા આપવાનું કહ્યુ, નર્સે ફિનાઇલ આપ્યાનો આરોપ

આ પણ વાંચોઃ NEET 2024/ જો તમારે મેડિકલનો અભ્યાસ કરવો હોય તો જાણો તેના માટે કઈ પરીક્ષા આપવી પડશે અને શું છે તેની યોગ્યતા

આ પણ વાંચોઃ Encounter/ રાજૌરીમાં ફરી એકવાર આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ, ત્રણ સુરક્ષાકર્મી ઘાયલ