political challenge/ હવે રાજસ્થાનમાં પણ ગુજરાતવાળી, સ્થાનિક સ્વરાજ્ય પહેલા પણ ખાઇ ગયું છે અનેક CMની ખુરશી

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં સમયે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની હાર થતાં ૨૦૦૧ અને ૨૦૧૬માં મુખ્યમંત્રીને સત્તા ગુમાવવી પડી હતી તે રીતે રાજસ્થાનમાં ભાજપની જીત બાદ કોંગ્રેસી મુખ્યમંત્રી ગેહલોતની ખુરશી હલબલી ગઈ

Top Stories Gujarat Assembly Election 2022 Mantavya Vishesh Politics
political હવે રાજસ્થાનમાં પણ ગુજરાતવાળી, સ્થાનિક સ્વરાજ્ય પહેલા પણ ખાઇ ગયું છે અનેક CMની ખુરશી

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં સમયે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની હાર થતાં ૨૦૦૧ અને ૨૦૧૬માં મુખ્યમંત્રીને સત્તા ગુમાવવી પડી હતી તે રીતે રાજસ્થાનમાં ભાજપની જીત બાદ કોંગ્રેસી મુખ્યમંત્રી ગેહલોતની ખુરશી હલબલી ગઈ

ચૂંટણીમાં હાર જીતતો થાય જ, પરંતુ ઘણીવાર ચૂંટણી પછી ભલે તે સ્થાનિક સંસ્થાઓની હોય પણ તેના કારણે મુખ્યમંત્રીઓએ તેની ખુરશી ખોવી પડે છે. એમાંય જે સરકારના મુખ્યમંત્રી સામે તેના જ પક્ષનું વગદાર જૂથ મેદાનમાં હોય, ત્યારે જો સ્થાનિક ચૂંટણીનું પરિણામ વિરૂધ્ધમાં આવે, ત્યારે તેની સામે રોપાયેલા બગાવતના બીજને ઉગવાનું બળ મળે છે.

@ વરિષ્ઠ પત્રકાર અને કોલમિસ્ટ – હિંમત ઠક્કરની કલમથી…

himmat thhakar 1 હવે રાજસ્થાનમાં પણ ગુજરાતવાળી, સ્થાનિક સ્વરાજ્ય પહેલા પણ ખાઇ ગયું છે અનેક CMની ખુરશી

રાજસ્થાનમાં પણ આજ હાલત ઉભી થઈ છે. સચીન પાયલોટના જૂથે વગર શરતે પક્ષ છોડવાનું માંડી વાળ્યું, ત્યારે કોંગ્રેસી મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકાર થોડા માટે બચી ગઈ હતી. પરંતુ રાજસ્થાનની સ્થાનિક ચૂંટણીના જે પરિણામ આપ્યા, તેમાંય દેશભરમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. તેવા સમયે યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસને આંચકો આપે તેવું પરિણામ આવ્યું છે. પ્રાથમિક તારણો પ્રમાણે જૂથબંધી જ તેમાં કારણભૂત બની છે. હવે રાજસ્થાનમાં આવતા દિવસોમાં પરાજયની સાથે બગાવત સામે ગેહલોતને ઝઝુમવાનો વારો આવ્યો છે.

ભાજપે જિલ્લા પરિષદમાં ૬૨૬ બેઠકો અને કોંગ્રેસને માત્ર ૨૫૦ બેઠકો મેળી

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં તાજેતરમાં જિલ્લાથી, તાલુકા સ્તર સુધી પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. રાજસ્થાનમાં ૨૧ જિલ્લાની ૪૩૭૧ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૧૯૮૯ બેઠકો મળી છે. જ્યારે સત્તાધારી કોંગ્રેસને ૧૮૫૨ બેઠકો મળી છે. આમ ૨૧ જિલ્લાઓમાં ભૂતકાળની ચૂંટણીમાં ૩૦૦ બેઠકો વધારે હતી, આ વખતે કોંગ્રેસને ભાજપ કરતા ઓછી બેઠકો મળતા પંચાયત વોર્ડની ૪૦૦થી વધુ બેઠકો ગુમાવવી પડી છે. અથવા ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠકો આંચકી લીધી છે. ભાજપે જિલ્લા પરિષદની ૬૨૬ બેઠકો અંકે કરી છે અને કોંગ્રેસને માત્ર ૨૫૦ બેઠકો મેળવીને સંતોષ માનવો પડ્યો છે.

Haidarabad / ભાજપનો દબદબો વધ્યો, ટીઆરએસની સત્તા ઓવૈસીના ભરોસે…

ગેહલતો સરકારના મંત્રીઓના અને શીર્ષસ્થ આગેવાનોના ગઢ સમા વિસ્તારમાં પણ કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના હાલના અધ્યક્ષ ગોવિંદસિંહ ડોરાસરાના લક્ષ્મણગઢ મત વિસ્તાર, સચીન પાયલટની ટીમના આરોગ્યમંત્રી રઘુનાથ શર્માના અજમેર, રમતગમત મંત્રી અશોક ચાંદના વિસ્તાર બુંદી અને સહકાર મંત્રી ઉદયલાલ આંજનાના વિસ્તાર ચિત્તોડગઢમાં પણ કોંગ્રેસની હાર થઈ છે.

It's no way just BJP vs Congress as regional satraps dominate India's  political landscape, Opinions & Blogs News | wionews.com

૨૧ પૈકી ૧૩ જિલ્લાના પ્રમુખો ભાજપના બન્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર પાંચ

આમાના અમુક વિસ્તારો તો પહેલેથી ભાજપના ગઢ જેવા હતા. હવે રાજસ્થામાં જિલ્લા પ્રમુખો માટે જંગમાં ૨૧ પૈકી ૧૩ જિલ્લાના પ્રમુખો ભાજપના બન્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર પાંચ મળ્યા છે બેમાં અપક્ષો જીત્યા છે અગાઉ કોંગ્રેસ પાસે રાજસ્થાનમાં ૧૬ જિલ્લા સમિતિઓ હતી અને ૧૬ જિલ્લા પ્રમુખો હતા હવે આ તાકાત ઘટીને પાંચ પર આવી ગઈ છે. આ બાબત કોંગ્રેસને લાગેલા એક આકરા ઝાટકા સમાન છે તેવું અવશ્ય કહી શકાય તેમ છે. રાજસ્થાનના પણ ૩૩ જિલ્લા છે તેમાં ૨૧ જિલ્લા પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદની ચૂંટણી થઈ હતી. ઉપર જાેઈ ગયા તે પ્રમાણે ભાજપને ૧૩ જિલ્લા પરિષદ મળી છે. કોંગ્રેસને ૫(પાંચ) પર સંતોષ માનવો પડયો છે.

POLITICAL / ભાજપને તેની ‘બી’ ટીમે વધુ મજબુત બનાવ્યા…

છોટુભાઈ વસાવાના પક્ષ ભારતીય ટ્રાયબલ પાર્ટી બીટીકેનું ડુંગરપુરમાં કીંગમેકર બનેલ

૨૨૨ પંચાયત સમિતિમાંથી ભાજપને ૯૩ અને કોંગ્રેસને ૮૧ બેઠકો મળી છે. જ્યારે ઉદય બેનીવાલની આર.એલ.પી પાર્ટી કે જેના નેતા ઉદય બેનીવાલ છે તે પક્ષને ૩૦ ટકા કરતા વધુ બેઠક મળી છે. જ્યારે છોટુભાઈ વસાવાના પક્ષ ભારતીય ટ્રાયબલ પાર્ટી બીટીકેનું ડુંગરપુરમાં કીંગમેકર બનેલ છે. રાજસ્થાનના શહેરી વિસ્તારની ચૂંટણીમાં દબદબો જાળવી રાખનાર કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારમાં હાર મળી છે. તેનો અર્થ એ કે કોંગ્રેસની ગ્રામીણ મતબેન્કમાં ગાબડુ પડ્યું છે. જ્યારે આદિવાસીઓની વધુ વસ્તિવાળા અને વર્ષોથી કોંગ્રેસના ગઢવાળા વિસ્તારમાં કોંગ્રેસને માર પડ્યો છે જાે કે ત્યાં ભાજપને પણ આંચકો લાગ્યો છે.

Rajasthan political crisis Highlights (July 12): Gehlot govt in minority,  Sachin Pilot claims 30 MLAs backing him - The Financial Express

શું કહી શકાય કોંગ્રેસનાં રકાસનું કારણ…?

આ અંગે રાજસ્થાનમાં વિજબીલમાં ભાવ વધારા સહિતના કારણોની સાથે અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે જે જૂથબંધી ચાલે છે તે જવાબદાર છે. ૬ શહેરી વિસ્તારો પૈકી ૪ કબ્જે કરનાર કોંગ્રેસ જૂથબંધી અને વધુ વિસ્તારમાં ગામડાઓમાં કોંગ્રેસની પકડ ઢીલી પડી છે. ભાજપના પ્રકાશ જાવડેકર (કેન્દ્રીય મંત્રી)થી શરૂ કરીને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા તેમજ રાજસ્થાન ભાજપ પ્રમુખ સતીશ પૂનિયાએ આ પરિણામોને આવકાર્યા છે.

રાજસ્થાનમાં સત્તા વિરોધી મોજુ શરૂ થઈ ગયું ?

સતીષ પૂનિયાએ તો એવી આકરી ટકોર કરી છે કે, રાજસ્થાનમાં સત્તા વિરોધી મોજુ શરૂ થઈ ગયું છે. વિધાનસભાની ચૂંટણી કરતા આ વખતે રાજસ્થાનના આ ગ્રામ્ય વિસ્તારમાં મત પણ ઓછા મળ્યા છે. રાજસ્થાનમાં સચિન પાયલોટ કોંગ્રેસના અધ્યક્ષ હતા અને તેમને છ માસ પહેલા હરાવવામાં આવ્યા બાદ કોંગ્રેસના સંગઠનમાં જે ભાગલા અને જૂથબંધી હતી તે ઘટી નથઈ યથાવત રહી છે જ્યારે ગેહલોતે પોતાના પ્રધાન મંડળમાં તેમજ અન્ય જાહેર સાહસો વિગેરેમાં કોઈ રાજકીય નિમણુંક નથી. થઈ તેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ફેલાયેલા અસંતોષના કારણે પણ કોંગ૩ેસને સહન કરવાનો વારો આવ્યો છે. ટૂંકમાં કોંગ્રેસને મળેલી હાર પાછળ તેની જૂથબંધી જવાબદાર છે. જાે કોંગ્રેસનું કેન્દ્રીય મોવડી મંડળ જાે જાગશે નહિ તો કદાચ ગેહલોતને આગામી દિવસોમાં સત્તા ગુમાવવાનો અને કોંગ્રેસને વધુ એક રાજ્ય ગુમાવવાનો વારો આવે તો કોઈને આશ્ચર્ય નહિં થાય.

politics / પંજાબ સર કરવા કેજરીવાલની વ્યૂહરચના, ખેડૂતોની દિલ્હીમાં સરભરા…

ભાજપના નેતાઓ તો અત્યારથી બોલતા થઈ ગયા છે કે ગેહલોત સરકારનું પતન થશે. તો એક નવો ઈતિહાસ આલેખાશે જાે કે આ પરિણામ પછી પણ ભાજપ સચીન પાયલોટને પોતાના પક્ષમાં ભેળવી મુખ્યમંત્રી બનાવે તે શક્યતા પણ ઓછી જ છે. કારણ કે આ વખતે ભાજપના નેતાઓ એમ માને છે કે રાજસ્થાન વિધાનસભાનું વિસર્જન થાય અને ચૂંટણી યોજાય તો પણ ભાજપ જીતે તેવા પૂરા સંજાેગો છે આર.એસવી અને બીટીકે વધુ મજબૂત બન્યા છે અને કોંગ્રેસથી દાઝેલું બીટીકે (કારણ કે તેના બન્ને ધારાસભ્યો પહેલા કોંગ્રેસને ટેકો આપતા હતા પરંતુ તાજેતરમાં કોંગ્રેસના સક્રિય સભ્ય બની ગયા છે. અથવા તો કોંગ્રેેસે તેનું પક્ષાંતર કરાવ્યું છે. ભાજપની સાથે જ રહે તેવી શક્યતા નકારી શકાય નહિં.

Shankersinh Vaghela, Keshubhai Patel and Anandiben Patel: End of the Road  for Old Guard in Gujarat

ગુજરાતમાં પણ થયુ હતું ૨૦૧૬મા આવું – આ મુખ્યમંત્રીની ગઇ હતી સત્તા

રાજસ્થાનના પડોશી ગણાતા આપણા ગુજરાતમાં ૨૦૧૬માં યોજાયેલી સ્થાનિક ચૂંટણી સમયે તમામ ૬ મહાનગરોમાં ભાજપે સત્તા જાળવી ૫૩ નગરો પૈકી મોટા ભાગના સ્થળે જીત મેળવી પરંતુ ૩૧ પૈકી ૨૩ જિલ્લા પંચાયતો અને ૨૬૪ પૈકી મોટા ભાગની તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી હતી. આ પરિણામ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારના રાજીનામાનું કારણ બન્યું હતું. ભલે તે વખતે આનંદીબેન અને ભાજપના મોવડી મંડળે બહાનું બીજુ કાઢ્યું હોય. આનંદીબેને તે વખતે પોતાની ઉંમર ૭૫ વર્ષથી વધુ હોવાનું જણાવી વિધાનસભાની ચૂંટણીના નવ માસ પહેલા જ રાજીનામું આપ્યું હતું. અને વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવાનો મોકો મળ્યો હતો. આમ આનંદીબેનની મુખ્યમંત્રી પદેથી વિદાયમાં માત્ર ઉંમર કે પાટીદાર અનામત આંદોલન નહિં પરંતુ તેમની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની થયેલી હાર કારણભૂત હતી.

કેશુભાઈ પટેલ (કેશુબાપા)ને વાંક શું ગુનો શું ? ના ઉદગારો સાથે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું

૨૦૦૦માં પણ સ્થાનિક ચૂંટણી સમયે ૬ મહાનગરો પૈકી બે ભાજપને ગુમાવવા પડ્યા હતા અને એક સિવાયની તમામ જિલલા પંચાયતો પર કોંગ્રેસ જીતી હતી. આ પછી પેટા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસે સપાટો બોલાવતા તત્કાલીન મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મપિતામહ સમા નેતા કેશુભાઈ પટેલ (કેશુબાપા)ને વાંક શું ગુનો શું ? ના ઉદગારો સાથે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું અને કચ્છ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ થયેલા ભૂકંપે સર્જેલી તારાજી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પદનું સુકાન નરેન્દ્રભાઈ મોદીને સોંપવામાં આવ્યું હતું. સંગઠનમાંથી સરકારમાં આવનાર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદે ૧૨ વર્ષ સુધી કામગીરી બજાવ્યા બાદ ૨૦૧૪થી વડાપ્રધાન છે. આમ ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં પરાજય બાદ બે મુખ્યમંત્રીઓની વિદાય થઈ હતી. હવે રાજસ્થાનમાં ગુજરાતવાળી ન થાય તો સારૂં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…