NEW FEATURE/ હવે ફેસ માસ્ક પહેરીને પણ iPhone અનલોક થશે, ટૂંક સમયમાં મળશે નવું ફીચર

જો કે આ નવી સુવિધા કયા મોડલમાં મળશે તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ ચર્ચા છે કે આ વિકલ્પ ફેસ આઈડીને સપોર્ટ કરતા તમામ iPhones અને iPadsમાં ઉપલબ્ધ હશે.

Tech & Auto
Untitled 97 હવે ફેસ માસ્ક પહેરીને પણ iPhone અનલોક થશે, ટૂંક સમયમાં મળશે નવું ફીચર

કોરોના રોગચાળાએ આપણી જીવનશૈલી, ઓફિસની કાર્યશૈલી અને અન્ય બાબતોમાં પણ ઘણો બદલાવ લાવ્યો છે. હવે ટેક્નોલોજી કંપનીઓ પણ આ ફેરફાર અપનાવી રહી છે. એપલ પણ આ એપિસોડમાં સામેલ છે. કંપનીએ કોવિડના પ્રથમ વેવમાં જ આ ફેરફાર લાવવાની શરૂઆત કરી હતી. હવે કંપનીએ કોરોના (કોવિડ-19)ને કારણે ફરી તેની સૌથી મોટી સુવિધા બદલી છે.

રિપોર્ટ અનુસાર, Apple એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના હેઠળ iPhone યૂઝર્સ ફેસ માસ્ક પહેરીને પણ પોતાનો ફોન અનલોક કરી શકશે. આવો અમે તમને આ ફીચર વિશે વિગતવાર જણાવીએ.

આ પણ વાંચો:Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત

નવું ફીચર iOS 15.4 અપડેટ સાથે આવી શકે છે. આ ફીચરમાં તમને ફેસ માસ્ક પહેરીને પણ આઇફોનને સીધો અનલોક કરવાનો વિકલ્પ મળશે. આ માટે, તમને કંપનીના સેટિંગ્સ વિભાગમાં વિશેષ ટોગલ મળશે. અહીં તમારે ‘Use Face ID With a Mask’ ટૉગલ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેને એક્ટિવેટ કર્યા પછી, તમે ફેસ માસ્ક પહેરીને પણ ફોનને અનલોક કરી શકશો.

જો તમે ફોનને અનલોક કરવાની વર્તમાન સ્થિતિ પર નજર નાખો, તો સામાન્ય રીતે ફેસ અનલોક ઉપરાંત, તમને માસ્ક સાથે પણ આડકતરી રીતે ફોનને અનલોક કરવાની સુવિધા મળે છે. 2021માં એપલે કોરોનાને ધ્યાનમાં રાખીને iOS 13.5 અપડેટમાં csx માસ્ક સાથે iPhoneને અનલૉક કરવાનું ફીચર ઉમેર્યું હતું, પરંતુ ત્યારપછી યુઝરને આ કમાન્ડ બાદ પિનકોડ વિકલ્પ પર લઈ જવામાં આવ્યો હતો, જે થોડો જટિલ લાગતો હતો. આ સમસ્યાને દૂર કરીને, કંપનીએ હવે માસ્ક પહેરેલા ચહેરા સાથે પણ સીધા ફોનને અનલોક કરવાની સુવિધા પર કામ કર્યું છે. જો કે આ નવી સુવિધા કયા મોડલમાં મળશે તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ ચર્ચા છે કે આ વિકલ્પ ફેસ આઈડીને સપોર્ટ કરતા તમામ iPhones અને iPadsમાં ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો;આશ્વાસન / દસાડા તાલુકામાં વીર શહિદ પરિવારને 12 વર્ષથી સાંથણીની જમીન મેળવવા ધરમધક્કા