Not Set/ હવે તમારા ઘરે પડી રહેલા સોના પર છે સરકારની નજર, અર્થવ્યવસ્થાને પાટે લાવવાની તૈયારી

અત્યાર સુધી ન તો ઘરમાં પડેલા સોના પર વળતર મળતુ હતુ અને ન તો તેનાથી અર્થવ્યવસ્થામાં સુધારો થાય છે. પરંતુ હવે સરકાર એક યોજના બદલવા જઈ રહી છે, જેથી તમને સોના પર પણ વળતર મળી શકે. જો કે ‘ગોલ્ડ મુદ્રીકરણ યોજના’ હેઠળ ઘરમાં પડેલા સોના પર સરકાર પહેલેથી જ વળતર આપે છે, પરંતુ લોકો તેમાં […]

Top Stories Business
Gold હવે તમારા ઘરે પડી રહેલા સોના પર છે સરકારની નજર, અર્થવ્યવસ્થાને પાટે લાવવાની તૈયારી

અત્યાર સુધી ન તો ઘરમાં પડેલા સોના પર વળતર મળતુ હતુ અને ન તો તેનાથી અર્થવ્યવસ્થામાં સુધારો થાય છે. પરંતુ હવે સરકાર એક યોજના બદલવા જઈ રહી છે, જેથી તમને સોના પર પણ વળતર મળી શકે. જો કે ‘ગોલ્ડ મુદ્રીકરણ યોજના’ હેઠળ ઘરમાં પડેલા સોના પર સરકાર પહેલેથી જ વળતર આપે છે, પરંતુ લોકો તેમાં વધારે રસ દાખવતા નથી.

Related image

આ કારણ છે કે સરકાર હવે આ યોજનામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે યોજનામાં ફેરફાર કરવા માટે જ્વેલરી ઉદ્યોગ પાસેથી સૂચનો માંગ્યા છે. એક એવોર્ડ સમારોહને સંબોધતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે, “મને લાગે છે કે લોકોનાં ઘરોમાં સોનું નિષ્ક્રીય પડી રહ્યુ છે, તે ન તો તેનુ કોઇ રિટર્ન મળે છે અને ન તો અર્થવ્યવસ્થાને લાભ થાય છે”.

Related image

તેમણે કહ્યું કે, આવી યોજના બનાવવામાં મદદ કરે, જેનાથી આ યોજના પ્રત્યે લોકોનું આકર્ષણ વધશે. જેથી લોકો ઘરોમાં પડેલું સોનું બેંકોમાં જમા કરાવશે. પિયુષ ગોયલે કહ્યું કે, અમારો ઉદ્દેશ લોકોનાં ઘરોમાં પડેલુ સોનું બેંકોમાં જમા કરી અને તેના પર આવક મેળવવાનો હોવો જોઈએ. ગોયલનાં મતે આનાથી વિદેશી વિનિમય ભંડાર પરનો બોજ ઓછો થઈ શકે છે.

Related image

આપને જણાવી દઇએ કે, સરકારે વર્ષ 2015 માં ‘ગોલ્ડ મુદ્રીકરણ યોજના’ શરૂ કરી હતી. ઓછા વળતર અને સુરક્ષાની ચિંતાને કારણે યોજનાને સારો પ્રતિસાદ મળ્યો નથી. તેના પર 2.25 થી 2.50 ટકા સુધી વ્યાજ મળે છે. યોજના હેઠળ, બેંક ગ્રાહકોને નિશ્ચિત અવધી માટે સોનું જમા કરવાની મંજૂરી આપે છે. આ યોજનાનો હેતુ લોકોને ફાયદો પહોંચાડવાનો છે. ભારતની વાર્ષિક સોનાની માંગ 800-1000 ટન છે અને તેમાંથી મોટાભાગનું આયાત થાય છે. એક અંદાજ મુજબ ઘરોમાં આશરે 20 હજાર ટન સોનું નિષ્ક્રીય પડી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.