Not Set/ હવે રાજયમાં બદલી મેળવવી થઈ એકદમ સરળ રહેશે

બંને અલગ જિલ્લામાં નોકરી કરતા હોય તો બદલી માટે પત્નીની નોકરીને ઓછામાં ઓછા એક વર્ષ અને પતિની નોકરીને બે વર્ષનો સમયગાળો થઈ ગયો હોય તો ટૂંકા સમયમાં અને સરળતાથી બદલી મળી શકે

Top Stories Gujarat
Untitled 314 હવે રાજયમાં બદલી મેળવવી થઈ એકદમ સરળ રહેશે

ગુજરાત સરકાર દ્વારા આજે સરકારી કર્મચારીઓ માટે એક મોટી અને અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ કરતા પણ વધારે મહત્વપૂર્ણ ભેટ આપી છે. સરકારે આજે પરિપત્ર બહાર પડી જાહેરાત કરી કે હવે પતિ પત્ની બંને સરકારી નોકરી કરતા હોય તો બંને એક સ્થળ કે જિલ્લામાં કામ કરી શકે છે.

આ પણ જાણો :ED / આજે પણ જેકલિન ફર્નાન્ડીઝ હાજર ન થઈ EDની ઓફિસમાં

પહેલા એ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળતી કે પતિ પત્ની બંને સરકારી નોકરી કરતા હોય પરંતુ બંનેનું કામ કરવાનું સ્થળ અલગ જિલ્લામાં હોય અથવા ખુબ દૂર હોય. આ કારણથી બંનેને અલગ રહેવું પડે અથવા ગમે એ એક ને નોકરી મુકવી પડે. આવું ન કરે ને બદલી માટે અરજી કરે તો પણ તેમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.

પરંતુ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દંપતીને મોટી રાહત મળશે. બંને અલગ જિલ્લામાં નોકરી કરતા હોય તો બદલી માટે પત્નીની નોકરીને ઓછામાં ઓછા એક વર્ષ અને પતિની નોકરીને બે વર્ષનો સમયગાળો થઈ ગયો હોય તો ટૂંકા સમયમાં અને સરળતાથી બદલી મળી શકે.  પતિ પત્ની બંને થોડા દૂર સ્થળ પર નોકરી કરતા હોય તો પતિની નોકરીને એક વર્ષ થઈ ગયું હોયને તે બદલી માટે અરજી કરે તો તેને મંજૂરી મળી શકે છે.

આ પણ જાણો : womens / માઇન્ડફુલનેસ થેરાપી કરો અને બનો તણાવમુક્ત