ઓફર/ હવે કાર ખરીદવાનું સપનું થશે સાકાર, આ બેંકના વ્યાજદરમાં છૂટ

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તમારા માટે ખાસ ઓફર લઈને આવી છે. ફેસ્ટિવ સીઝનમાં SBI કાર લોનના વ્યાજદરમાં છૂટ આપી રહી છે

Tech & Auto
બેંક હવે કાર ખરીદવાનું સપનું થશે સાકાર, આ બેંકના વ્યાજદરમાં છૂટ

કાર ખરીદવાનું સપનું લગભગ દરેક વ્યક્તિ જોતી હોય છે. પરંતુ કાર ખરીદવુ દરેક માટે શક્ય નથી બનતું પરંતુ આ તહેવારોની મોસમમાં તમે પણ કાર ખરીદી શકો છો. જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) તમારા માટે ખાસ ઓફર લઈને આવી છે. ફેસ્ટિવ સીઝનમાં SBI કાર લોનના વ્યાજદરમાં છૂટ આપી રહી છે. ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને SBIએ પ્રોસેસિંગ ફી પણ માફ કરી છે.

SBIના જણાવ્યા પ્રમાણે, જો કસ્ટમર યોનો (YONO) એપ દ્વારા લોન માટે અપ્લાય કરે છે તો વ્યાજદરમાં 0.50% છૂટ મળશે. આ ઉપરાંત તમારે પ્રોસેસિંગ ફી પણ આપવી નહીં પડે. SBI બેંક કારની ઓન રોડ પ્રાઈઝના 90% સુધીની લોન આપી રહી છે.

આમ તો SBIની કાર લોન શરૂઆત 7.75%થી થાય છે. જો તમે આ ઓફર હેઠળ લોન લો છો તો તમને 7.25% વ્યાજ પર લોન મળશે. તમે 3થી 7 વર્ષ સુધી લોન લઈ શકો છો. આ ઉપરાંત અન્ય બેંક પણ ઓછા દરે લોન આપી રહી છે. પંજાબ નેશનલ બેંકનો 7.05 ‘ટકા વ્યાજ દર છે, જ્યારે IDBI બેંક, 7.40 યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, 7.40 એક્સિસ બેંક, 7.45 અને  ICICI બેંક 7.90 વ્યાજ દરે કાર લોન આપી રહી છે.