Not Set/ હવે, મોદી સરકાર તમારો “ભંગાર” પણ ખરીદશે, સ્ક્રેપેજ પોલિસીમાં ફેરફારની તૈયારી પૂર્ણ

ફિકર નોટ, હવે સરકાર તમારો ભંગાર પણ ખરીદી લેશે જો તમારી પાસે જૂના વૉશિંગ મશીન, એર કન્ડિશન, ફ્રિઝ અથવા કાર છે અને તમે એને વેચવા માંગો છો, પરંતું તેનું ઓછુ વળતર મળી રહ્યું છે, તો ચિંતા ના કરો. હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી સપ્તાહે સ્ટીલ સ્ક્રેપેજ પોલિસી લાવવા જઈ રહી છે. સૂત્રો પ્રમાણે, મોદી […]

Top Stories India
pjimage 34 હવે, મોદી સરકાર તમારો "ભંગાર" પણ ખરીદશે, સ્ક્રેપેજ પોલિસીમાં ફેરફારની તૈયારી પૂર્ણ

ફિકર નોટ, હવે સરકાર તમારો ભંગાર પણ ખરીદી લેશે

જો તમારી પાસે જૂના વૉશિંગ મશીન, એર કન્ડિશન, ફ્રિઝ અથવા કાર છે અને તમે એને વેચવા માંગો છો, પરંતું તેનું ઓછુ વળતર મળી રહ્યું છે, તો ચિંતા ના કરો. હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી સપ્તાહે સ્ટીલ સ્ક્રેપેજ પોલિસી લાવવા જઈ રહી છે. સૂત્રો પ્રમાણે, મોદી સરકારે, આ માટે ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને તેને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહી છે. સરકાર દ્વારા બનાવાયેલા સ્ક્રેપેજ સેન્ટર પર જઈને લોકો પોતાનો સ્ક્રેપ વેચી શકશે અને વધારે રૂપિયા મેળવી શકશે.

સ્ક્રેપના વેચાણ પર ઈન્સેટિવ આપવાની યોજના

ઉલ્લેખનીય છે કે, આ સ્ક્રેપેજ પોલિસી પહેલા માત્ર ગાડીઓ માટે જ હતી, પરંતુ બાદમાં AC, ફ્રિજ અને વૉશિંગ મશીનને પણ તેમાં જોડી દેવામાં આવ્યા છે. સૂત્રો પ્રમાણે, આ પોલિસી અંતર્ગત ઠેક-ઠેકાણે સ્ક્રેપ સેન્ટર બનાવવાની યોજના છે. લોકો પોતાનો જૂનો સમાન આ સેન્ટર પર વેચી શકશે. આ પોલિસીમાં તમામ પ્રકારના જૂના સ્ટીલને સામેલ કરવાની યોજના છે. આ પોલિસી અંતર્ગત મોદી સરકાર દ્વારા સ્ક્રેપના વેચાણ પર ઈન્સેટિવ આપવામાં આવશે. જેને અર્થ એ છે કે, તમારા સામાનની જેટલી કિંમત હશે, તેના ઉપર સરકાર તરફથી ઈન્સેટિવ પણ આપવામાં આવશે.

આ પોલીસીથી આવા થશે ફાયદા

સૂત્રો પ્રમાણે, સરકાર દ્વારા કેટલું ઈન્સેટિવ આપવામાં આવશે, તેના પર હજું વિચાર ચાલી રહ્યો છે. જો કે જલ્દી તેના પર સહમતી બન્યા બાદ સ્ટીલ સ્ક્રેપેજ પોલિસીને જાહેર જનતા સમક્ષ સાર્વજનિક કરવામાં આવશે. સરકારે આ પોલિસી માટે સબંધિત લોકો અને નિષ્ણાંતોની પણ સલાહ લેવાની યોજના બનાવી છે. આ પ્રક્રિયા બાદ તેને લાગૂ કરવામાં આવશે. આ પોલિસીનો મોટો ફાયદો એ થશે કે, એક જ ઠેકાણે જૂના ભંગારને એકઠો કરવામાં આવશે અને પછી તેને રિસાઈક્લિંગ કરવામાં આવશે.