કૃષિ આંદોલન/ ખેડૂતોનાં સમર્થનમાં હવે સાહિત્યકારોએ પણ પરત કર્યા પોતાના એવોર્ડ

દેશની રાજધાની દિલ્હીની સરહદો પર છેલ્લા 9 દિવસથી ઉભા રહેલા ખેડૂતોનાં સમર્થનમાં એવોર્ડ પરત કરવાની પ્રક્રિયા પણ હવે શરૂ થઈ ગઈ છે. ગુરુવારે, પંજાબનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે તેમનો પદ્મ વિભૂષણ એવોર્ડ પરત કર્યો હતો. આ શ્રેણીમાં, પંજાબનાં લેખકોએ પણ એવોર્ડ પાછા આપવાનું શરૂ કર્યું છે. ઈન્ડિયન એકેડેમી ઓફ સાયન્સિસમાં એવોર્ડ મેળવનારા ઘણા સાહિત્યકારોએ તેમના […]

Top Stories India
corona 42 ખેડૂતોનાં સમર્થનમાં હવે સાહિત્યકારોએ પણ પરત કર્યા પોતાના એવોર્ડ

દેશની રાજધાની દિલ્હીની સરહદો પર છેલ્લા 9 દિવસથી ઉભા રહેલા ખેડૂતોનાં સમર્થનમાં એવોર્ડ પરત કરવાની પ્રક્રિયા પણ હવે શરૂ થઈ ગઈ છે. ગુરુવારે, પંજાબનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે તેમનો પદ્મ વિભૂષણ એવોર્ડ પરત કર્યો હતો. આ શ્રેણીમાં, પંજાબનાં લેખકોએ પણ એવોર્ડ પાછા આપવાનું શરૂ કર્યું છે. ઈન્ડિયન એકેડેમી ઓફ સાયન્સિસમાં એવોર્ડ મેળવનારા ઘણા સાહિત્યકારોએ તેમના એવોર્ડ પરત કર્યા છે.

મળતી માહિતી મુજબ, પંજાબીમાં ભારતીય સાહિત્ય એકેડમી એવોર્ડ જીતનાર શિરમૌ શિરે, ડો. મોહનજીત, જાણીતા વિચારક ડો.જસવિંદર સિંહ અને પંજાબી ટ્રિબ્યૂઝનનાં એડિટર સ્વરાજબીરે પોતાનો એવોર્ડ પરત કર્યો છે. આ રાઇટર્સ એસોસિએશન દ્વારા માહિતી આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, ગુરુવારે પંજાબનાં પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ખેડૂતોનાં પ્રદર્શનને ટેકો આપતા તેમનો પદ્મવિભૂષણ એવોર્ડ પાછો આપ્યો હતો. તેમની સાથે, અકાલી દળનાં ભૂતપૂર્વ નેતા સુખદેવસિંહ ઢીંઢસાએ પણ સરકાર વિરુદ્ધ દેખાવો કરીને અને ખેડૂતોને ટેકો આપતા તેમનો પદ્મ ભૂષણ સન્માન પરત કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો