સુવિધા/ ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમારા પેટ્સ રાખી શકશો સાથે : જાણો કેટલો થશે ખર્ચ અને શું રહેશે પ્રોસેસ

ભારતીય રેલ્વે અનુસાર એક મુસાફર તેની સાથે વધુમાં વધુ એક પેટ્સ લઈ જઈ શકે છે અને ફર્સ્ટ ક્લાસ કૂપમાં મેક્સિમમ બે પેટ્સને સ્થાન મળશે.

India Trending
ભારતીય રેલ્વે અનુસાર એક મુસાફર તેની સાથે વધુમાં વધુ એક પેટ્સ લઈ જઈ શકે છે અને ફર્સ્ટ ક્લાસ કૂપમાં મેક્સિમમ બે પેટ્સને સ્થાન મળશે.

ભારતીય રેલ્વે સતત અપડેટે થઇ રહી છે. દિવસેને દિવસી મુસાફરોને વધુને વધુ સુવિધા આપવાના સંકલ્પ ઉપર ભારતીય રેલ્વે સફળતાના પાટા ઉપર સ્પીડ પકડતી જોવા મળે છે ત્યારે હવે ભારતીય રેલ્વે તેના મુસાફરોને વધુ એક સુવિધા અપાવાનું આયોજન કરી રહી છે.  રેલ્વેનાં આ નવા આયોજન અનુસાર મુસાફરો તેના પેટ્સ ( પાલતું જાનવર )ને મુસાફરીદરમિયાન સાથે રાખી શકે એવી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારતીય રેલ્વે અનુસાર એક મુસાફર તેની સાથે વધુમાં વધુ એક પેટ્સ લઈ જઈ શકે છે અને ફર્સ્ટ ક્લાસ કૂપમાં મેક્સિમમ બે પેટ્સને સ્થાન મળશે. પાલતું જાનવર…..

એરલાઇન્સથી વિપરીત સુવિધા ટ્રેનમાં આપવામાં આવી રહી છે. ટ્રેનમાં પેટ્સનું ટ્રાવેલિંગ કાર્ગોમાં કરવામાં આવે છે જ્યારે ટ્રેનમાં પેટ્સ માલિકો તેના પેટ્સને સાથે રાખી જે તે કોચમાં જ મુસાફરી કરી શકશે. ઉપરાંત ટ્રેનમાં જુદા જુદા સ્ટેશન પર એવી વ્યવસ્થા રહેશે જ્યાં પેટ્સને બહાર લઈ જઈ શકાય ઉપરાંત કેટલાક સ્ટેશન ઉપર પેટ્સની ચિક્કીત્સાહ કરવાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે આ સુવિધામાં માત્ર પ્રાણીઓ માટે રહેશે, પંખીઓ માટે કોઈ સુવિધા મળી શકશે નહિ. તમારા પેટ્સને ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાથે રાખવા માટે પ્રતિ કિલો ૩૦રૂપિયા થી લઈને રૂ.1500 પ્રતિ કિલો ચૂકવવાના રહેશે. જોકે તે પેટ્સનાં વજન અને તેના નેચર આધારિત રહેશે. આ માટે જ્યારે મુસાફર ટીકીટ લે ત્યારી જ પેટ્સની ટીકીટ લેવી પડશે. ઉપરાંત જે પેટ્સને પ્રવાસ દરમિયાન સાથે રાખવાના હોય તેને દરેક મુસાફરી દરમિયાન પેટ્સનું હેલ્થ સર્ટીફીકેટ લેવું અનિવાર્ય રહેશે.

 આ પણ વાંચો : ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે થયેલી રાજ્ય અને જનહિતની મહત્વ પૂર્ણ જાહેરાતો તમે જાણી કે નહિ?