ઉજવણી/ સુરતમાં છવાયો રાષ્ટ્રીય પર્વનો રંગ : આ રીતે ઉજવાયો સ્વાતંત્ર્ય દિવસ

સુરત પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.

Gujarat Surat Trending
સુરત

દેશભરમાં આઝાદીના 75માં અમૃત મહોત્સવની ઉજવણી ખૂબ જ રંગે ચંગે થઈ રહી છે.  ત્યારે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ધ્વજવંદન કરીને આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ઉત્સાહ અને ઉમંગ વચ્ચે આજે તિરંગો લહેરાઈ રહ્યો છે. 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી દેશભરમાં રંગે અંગે થઈ રહી છે. શાળા, કોલેજ સરકારી કચેરી, ખાનગી અને સામાજિક સંસ્થાઓમાં પણ આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ જગ્યા પ્રભાત ફેરી, તિરંગા યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થઈ રહ્યા છે. ત્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થતા શેરી મહોલ્લા અને સોસાયટીઓમાં ઘરે-ઘરે તિરંગાઓ લહેરાઈ રહ્યા છે તેવામાં સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ઉપરાંત સ્વતંત્ર પર્વની ઉજવણી દરમિયાન પોલીસની પરેડ પણ યોજવામાં આવી હતી. તો બીજી તરફ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનું સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : બિલ ગેટ્સે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા, ભારતની પ્રગતિને ‘પ્રેરણાદાયી’ ગણાવી