Mumbai/ પોલીસને મળી સફળતા, મુકેશ અંબાણીને ફોન પર ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ

મુકેશ અંબાણીને ફોન પર ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઉંમર 55 વર્ષ છે અને તેનું નામ વિષ્ણુ ભૌમિક જણાવવામાં આવી રહ્યું છે.

Top Stories India
Ambani

મુકેશ અંબાણીને ફોન પર ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઉંમર 55 વર્ષ છે અને તેનું નામ વિષ્ણુ ભૌમિક જણાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે સોમવારે એક અજાણ્યા વ્યક્તિએ રિલાયન્સ હોસ્પિટલમાં ફોન કરીને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વ્યક્તિએ ગિરગામ વિસ્તારમાં સ્થિત રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં સવારે 10.30 વાગ્યે લેન્ડલાઈન નંબર પર ત્રણથી ચાર વખત કોલ કર્યો હતો.

અધિકારીએ કહ્યું કે પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે ફોન કરનાર માનસિક રીતે પરેશાન હતો. તેમણે કહ્યું કે પોલીસે બાદમાં આ સંદર્ભે દહિસર વિસ્તારમાંથી એક શકમંદની અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈમાં અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ નજીકથી એક SUV કાર મળી આવી હતી, જેમાં વિસ્ફોટકો હતા. બાદમાં આ કેસમાં પોલીસ અધિકારીઓ સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:ભારતીય ખેલાડીઓએ દેશને સ્વતંત્રતા દિવસની આ રીતે પાઠવી શુભેચ્છા