oath ceremony/ ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

ગુજરાતના પાંચ નવનિયુક્ત ધારાસભ્યોની વિધાનસભા ભવનમાં આજે શપથવિધિ યોજાશે……

Top Stories Gandhinagar Gujarat Breaking News
Image 2024 06 11T101034.150 ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

Gujarat News: ગુજરાતમાં પાંચ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં આજે 11 કલાકે શપથ લીધા છે. સંસદીય બાબતોના મંત્રી  ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

દેશના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ શાસન સંભાળ્યા બાદ આજે નવ નિયુક્ત ધારાસભ્યોની આજે 11 કલાકે શપથ વિધિ યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાની પાંચેય બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. સી.જે ચાવડા,અર્જુન મોઢવાડિયા,ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ આજે વિધાનસભાના ધારાસભ્યપદે શપથ ગ્રહણ કર્યા હતાં.

ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીની સાથે ધારાસભ્યોની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ડૉ. સી.જે.ચાવડા અને અર્જુન મોઢવાડિયા આજે ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે. વિજાપુરથી સી.જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોંઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠકના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી શપથ લેવડાવ્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

આ પણ વાંચો: ડુમસ જમીનકાંડમાં વલસાડના કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓક સસ્પેન્ડ