odisa/ ધારાસભ્ય પોતાના જ લગ્નમાં ન પહોંચ્યા, પ્રેમિકાએ નોંધાવી FIR

પોલીસે ધારાસભ્ય વિજય શંકર દાસ વિરુદ્ધ પોતાના લગ્નમાં ન આવવા બદલ કેસ નોંધ્યો છે. પ્રેમિકાએ ધારાસભ્ય અને તેના પરિવાર પર છેતરપિંડી, છેડતી સહિતની ધમકીનો પણ આરોપ લગાવ્યો છે.

Top Stories India
assam 12 ધારાસભ્ય પોતાના જ લગ્નમાં ન પહોંચ્યા, પ્રેમિકાએ નોંધાવી FIR

નેતાઓ વાયદા કરીને ભૂલી જવા માટે પંકાયેલા છે. પછી તે ભલે નેકોઈ પણ પાર્ટીમાંથી હોય. હમેશા પ્રજાને આપેલા વચનો ભૂલી જતા હોય છે. પરંતુ આજે આપણે એકેવા ધારાસભ્યની વાત કરીશું જે પોતાની પ્રેમિકાને આપેલું વચન ભૂલી ગયા. વચનો તો ઠીક છે. પણ લગ્નો વાયદો પણ ભૂલી ગયા. અને બિચારી પ્રેમિકા કોર્ટ પરીસરમાં લાગણી રાહ જોઇને બેસી રહી.

ઓડિશામાં બીજુ જનતા દળના ધારાસભ્ય બિજય શંકર દાસ પોતાના લગ્નની નોંધણી માટે આવવાનું ભૂલી ગયા. એક મહિના પહેલા ધારાસભ્યએ તેની ગર્લફ્રેન્ડ સાથે અરજી કરી હતી. હવે ગર્લફ્રેન્ડની ફરિયાદ પર પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

અહેવાલો અનુસાર, તિરતોલ મતવિસ્તારના ધારાસભ્ય બિજય શંકર દાસના લગ્નનું રજીસ્ટ્રેશન શુક્રવારે જગતસિંહપુરના સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં થવાનું હતું. ગર્લફ્રેન્ડ સોમાલિકા સમયસર ઓફિસ પહોંચી ગઈ હતી, પરંતુ ધારાસભ્ય કે તેના પરિવારનો કોઈ સભ્ય ત્યાં આવ્યો ન હતો. લગભગ ત્રણ કલાકની રાહ જોયા બાદ નિરાશ થયેલી સોમાલિકાએ રજિસ્ટ્રાર ઓફિસમાંથી બહાર જવું પડ્યું.

યુવતીએ ધારાસભ્ય પર આરોપ લગાવ્યો છે કે તેઓ વચન આપવા છતાં શુક્રવારે મેરેજ રજિસ્ટ્રાર ઓફિસમાં ન આવ્યા. આ સંદર્ભે ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ શહેરના સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

પીડિતાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તે દાસ સાથે 3 વર્ષથી સંબંધમાં હતી. ધારાસભ્યએ તેની સાથે છેતરપિંડી કરી છે. તેમાં એવો પણ આરોપ છે કે તિરતોલના ધારાસભ્ય બિજય શંકરે પોતાનું વચન પાળ્યું નથી અને તેમના ફોન કોલ્સનો જવાબ આપી રહ્યા નથી. આ સાથે ધારાસભ્યના સંબંધીઓ અને તેમના પરિવાર પર યુવતીને ધમકી આપવાનો પણ આરોપ છે.

સોમલિકાએ કહ્યું, “અમે 17 મેના રોજ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં લગ્નની નોંધણી માટે અરજી કરી હતી. બિજયે મને વચન પણ આપ્યું હતું કે, અમે આ દિવસે સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં કોર્ટ મેરેજ કરીશું. પણ તેણે પોતાનું વચન પાળ્યું નહિ.

ફોન પર સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં, બિજય શંકરે તેમની સામેના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. બીજેડી ધારાસભ્ય દાસે કહ્યું, “નિયમો અનુસાર, લગ્નની નોંધણી અરજી કર્યાના 90 દિવસની અંદર પૂર્ણ કરવાની હોય છે. આ માટે અમારી પાસે હજુ 60 દિવસ બાકી છે. આજે લગ્નની નોંધણી અંગે મને કોઈની પાસેથી કોઈ માહિતી મળી નથી.

National/ સંસદના નવા બિલ્ડીંગમાં શિયાળુ સત્ર ચાલી શકે છે : સ્પીકર ઓમ બિરલા