વિરોધ/ કોરોના કીટ પહેરીને સારવાર આપવાને બદલે ભીખ માંગી રહ્યો છે આ શખ્સ, જાણો શું છે મામલો

એએનએમ કાર્યકર અશ્વિની પાઢે ઓડિશાના ભદ્રકમાં પી.પી.ઇ કીટ પહેરીને શેરીઓમાં ભીખ માંગતા જોવા મળ્યો. કોરોના મહામારી દરમિયાન, રાજ્ય સરકારે અશ્વિની પાઢે સહિત હજારો અન્ય લોકોને કરારના આધારે ભરતી કરી હતી.

Ajab Gajab News
a 173 કોરોના કીટ પહેરીને સારવાર આપવાને બદલે ભીખ માંગી રહ્યો છે આ શખ્સ, જાણો શું છે મામલો

કોરોનાથી સમગ્ર વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો. આ દરમિયાન, જેમણે હિંમતથી પોતાનું કાર્ય કર્યું, તેમને કોરોના વોરિયર્સનો ખિતાબ મળ્યો. પરંતુ ઓડિશામાં આ મહામારી દરમિયાન, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર, પી.પી.ઇ કીટ પહેરીને શેરીઓમાં ભીખ માંગતી જોવા મળ્યો. હકીકતમાં, અશ્વિની પાઢે નામની આ વ્યક્તિ રાજ્ય સરકાર સામે અનોખી રીતે પ્રદર્શન કરી રહી છે.

એક અહેવાલ મુજબ, એએનએમ કાર્યકર અશ્વિની પાઢે ઓડિશાના ભદ્રકમાં પી.પી.ઇ કીટ પહેરીને શેરીઓમાં ભીખ માંગતા જોવા મળ્યો. કોરોના મહામારી દરમિયાન, રાજ્ય સરકારે અશ્વિની પાઢે સહિત હજારો અન્ય લોકોને કરારના આધારે ભરતી કરી હતી. પરંતુ મહામારીની સ્થિતિમાં સુધારો થયા પછી, તેમનો કરાર સમાપ્ત થયો. ઓડિશા સરકારનો કરાર સમાપ્ત થયા પછી, ઘણા એએનએમ કાર્યકરો અચાનક બેકાર બની ગયા.

તેથી અશ્વિની પાઢે નામની વ્યક્તિ ભીખ માંગતા નજરે પડે છે. તેમણે કહ્યું, જ્યારે કોરોનાને કારણે અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, ત્યારે સરકારે અમને કોરોના વોરિયર્સ તરીકે કામ કરવા માટે નિયુક્ત કર્યા હતા. અમારા ઉપર પુષ્પો વરસાવ્યા હતા. અમારા કાર્યની પ્રશંસા અને સન્માન કરાયું હતું. અમે કોરોના દર્દીઓની સારવાર માટે અમારા પરિવારનું જીવન જોખમમાં મૂક્યું છે. પરંતુ હવે કોઈ અમારી સંભાળ લઈ રહ્યું નથી.

આ સાથે તેમણે કહ્યું કે, ‘લગભગ નવ મહિના સુધી કામ કર્યા પછી, રાજ્ય સરકારે કોઈ પુનર્વસનની વ્યવસ્થા વિના અમારો કરાર સમાપ્ત કર્યો. જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો દરેક જગ્યાએ ભીખ માંગીને તેઓ પોતાનો વિરોધ વધુ તીવ્ર બનાવશે. રાજ્યના પાટનગરના પીએમજી સ્ક્વેર ખાતે છેલ્લા બે મહિનાથી સેંકડો એએનએમ કાર્યકરો ધરણા પર બેઠા છે, જેઓ પુન:સ્થાપનની માંગ કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ