Interesting/ ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

પૈસાનાં અભાવે ગરીબ લોકોનાં બાળકો શિક્ષણથી વંચિત થઇ રહ્યા છે, ઝારખંડનાં જમશેદપુરની 11 વર્ષની તુલસી કુમારી આવી જ સમસ્યાથી સંઘર્ષ કરી રહી હતી, પરંતુ તે દરમ્યાન મુંબઇનાં એક ‘અંકલ’ તેના માટે એક દેવદૂત બનીને સામે આવ્યા હતા અને તમામ મુસિબતો તુરંત દૂર કરી દીધી હતી. 

Ajab Gajab News
11 82 ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

કોરોના મહામારીનાં કારણે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી ગઇ છે. મહામારીનાં કારણે બાળકોનાં અભ્યાસ પર પણ ખરાબ અસર પડી છે. ત્યારે હવે અભ્યાસનો એક જ વિકલ્પ છે, જે ઓનલાઇન ક્લાસ છે. જેના માટે મોબાઇલ અથવા લેપટોપ ચોક્કસપણે આવશ્યક છે. પરંતુ પૈસાનાં અભાવે ગરીબ લોકોનાં બાળકો શિક્ષણથી વંચિત થઇ રહ્યા છે, ઝારખંડનાં જમશેદપુરની 11 વર્ષની તુલસી કુમારી આવી જ સમસ્યાથી સંઘર્ષ કરી રહી હતી, પરંતુ તે દરમ્યાન મુંબઇનાં એક ‘અંકલ’ તેના માટે એક દેવદૂત બનીને સામે આવ્યા હતા અને તમામ મુસિબતો તુરંત દૂર કરી દીધી હતી.

11 84 ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

Interesting / શું છે આ ‘સ્લીપિંગ લેડી પહાડ’ ની સચ્ચાઈ? જાણીને ચોંકી જશો

દેશમાં કોરોના બાદ શાળા અને કોલેજો બંધ સ્થિતિમાં છે. આવતા સમયમાં ક્યારે તે ખુલશે તે કહેવુ આજેે પણ અસંભવ સાબિત થઇ રહ્યુ છેે. ત્યારે આજે શાળા અને કોલેજોનો અભ્યાસ વિદ્યાર્થીઓ ઘરે મોબાઇલ કે લેપટોપથી લેવા માટે મજબૂર છે. ત્યારેે આ ગરીબ પરિવારની 11 વર્ષની પુત્રી તુલસીને અભ્યાસ કરવાની ખૂબ ઇચ્છા છે પરંતુ તેની પાસેે મોબાઇલ કે લેપટોપ નથી. તેને અભ્યાસ માટે સ્માર્ટ ફોનની જરૂર હતી, જેથી તે પણ અન્ય બાળકોની જેમ ઓનલાઇન પોતાનો અભ્યાસ કરી શકે. આ માટે તેણે તેના પરિવારને મદદ કરવા અને મોબાઈલ ખરીદવા માટે લોકડાઉન વચ્ચે કેરીનું વેચાણ શરૂ કર્યું હતું, પરંતુ આ કેરી વેચીને 10 હજાર રૂપિયામાં મોબાઈલ ખરીદવું તેના માટે એટલું સરળ નહોતું. આ દરમ્યાન, મુંબઇની અમૈયા હેટ તેના જીવનમાં ભગવાન તરીકે આવ્યા હતા અને હવે તેની ભણવાની ઇચ્છા પૂર્ણ થઈ છે. જણાવી દઇએ કે, આ વાર્તાને સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જોઈને વેલ્યુએબલ એડુટેનમેન્ટ પ્રા.લિ.નાં મેનેજિંગ ડિરેક્ટર અમૈયા હેટે તુલસી માટે આગળ આવ્યા હતા. તેણે તુલસી પાસેથી 12 કેરી ખરીદી અને તેના માટે તુલસીને રૂ. 1.20 લાખ ચૂકવ્યા. અમૈયા હેટે 10,000 રૂપિયામાં એક કેરી ખરીદી હતી. આ માટે તેમણે તમામ પૈસા તુસલીનાં પિતા શ્રીમલ કુમારનાં બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તુલસીનાં પરિવારની સંઘર્ષની વાર્તા હેટે એક ન્યૂઝ ચેનલ પર જોઈ હતી, ત્યારબાદ તેમણે યુવતીની મદદ કરવાનું નક્કી કર્યું હતું.

11 83 ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

Interesting / અમેરિકામાં જોવા મળ્યો સૌથી દુર્લભ પાયથોન, જુઓ વીડિયો

કહેવાય છે કે આશા અમર છે, વિશ્વાસ અને મહેનતનો સુમેળ થાય તો કઇ પણ શક્ય બની જાય છેે. આવુ જ કઇંક તુલસી સાથે થયુ. મદદ મેળવીને ખુશ તુલસી હવે કોઈ પણ અવરોધ વિના પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. તુલસીએ જણાવ્યું હતું કે, તે રસ્તાની આજુ-બાજુ કેરી વેચી રહી હતી અને ફોન ખરીદવા માટે પૈસાની બચત કરવા માંગતી હતી, જેથી તેણી ફરીથી અભ્યાસ શરૂ કરી શકે. મદદ પછી હવે, તેણે એક ફોન ખરીદ્યો છે અને ઓનલાઇન ક્લાસ શરૂ કરવાની વાત કરી છે. વળી મદદ માટે આગળ આવેલા અમૈયા હેટે જણાવ્યું કે, આર્થિક સંકટનો સામનો કરી રહેલી 11 વર્ષીય તુલસી 5 માં ધોરણમાં ભણે છે, જે પૈસાની અછતનાં કારણે પોતાની કિસ્મતને દોષ આપી પોતાની મહેનતથી કઇક કરવાનુ વિચાર્યુ, જેનાથી પ્રભાવિત થઇને તેમણે તે બાળકીની મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ કોરોનાકાળમાં દેશમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાની રોજગારી ગુમાવી. આ સમયમાં ધંધા પણ મંદા પડી ગયા છે. હવે જોવાનુ રહેશે કે આ કોરોનાનાં સંકટથી દેશ અને દુનિયા ક્યારે બહાર આવે છે.

Footer 1 ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ