Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10,423 કોરોનાનાં કેસ, Active કેસમાં આવ્યો ઘટાડો

શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 443 મૃત્યુ સાથે કોરોના વાયરસનાં 10,423 નવા કેસ નોંધાયા છે.

Top Stories India
કોરોનાનાં કેસ

છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયથી કોરોના મહામારીએ દુનિયાનાં તમામ દેશોને હચમચાવી દીધુ છે. ત્યારે હવે લોકોમાં વેક્સિનને લઇને જાગૃતતાનાં કારણે આજે ઘણા દેશ એવા છે જ્યા કોરોનાનાં કેસમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમા ભારતનું નામ પણ છે.

આ પણ વાંચો – ભાવ વધારો / ધનતેરસનાં દિવસે પણ વધ્યા પેટ્રોલનાં ભાવ, ડીઝલમાં નથી કોઇ ફેરફાર

આપને જણાવી દઇએ કે, શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 443 મૃત્યુ સાથે કોરોના વાયરસનાં 10,423 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 15,021 લોકો સાજા થયા છે, કુલ રિકવરી રેટ લગભગ 98.19 ટકા જેટલો છે જે માર્ચ 2020 પછીનો સૌથી વધુ છે અને કુલ રિકવરી ડેટા 3,36,83,581 પર પહોંચી ગયો છે. મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19નાં કુલ સક્રિય કેસ ઘટીને 1,53,776 પર આવી ગયા છે, જે 250 દિવસમાં સૌથી ઓછો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 31 ઓક્ટોબર સુધીમાં કોવિડ-19 માટે 10,09,045 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

દેશમાં કુલ મૃત્યુઆંક હવે 4,58,880 છે. ભારતમાં, કોવિડ મહામારીને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું, “સોમવારે સાંજે 7 વાગ્યા સુધી 52,39,444 રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.” મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, મોડી રાત સુધીમાં અંતિમ અહેવાલનાં સંકલન સાથે દૈનિક રસીકરણની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. આ સાથે દેશમાં કોરોનાની કુલ રસી 1,06,85,71,879 થઈ ગઈ છે. 16 જાન્યુઆરીનાં રોજ દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કામદારોનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.