વિવાદ/ વડોદરાના આ સ્થળે ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ પર થયો હુમલો, પોલીસ દ્વારા કરાઈ કડક કાર્યવાહી

વડોદરામાં દબાણ દૂર કરવા પહોંચેલા ડેપ્યુટી મેયર અને કોર્પોરેશનના પદાધિકારીઓ પર એલપીજી સિલિન્ડર ફેંકાતાં શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

Gujarat Vadodara
a 52 વડોદરાના આ સ્થળે ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ પર થયો હુમલો, પોલીસ દ્વારા કરાઈ કડક કાર્યવાહી
  • ખુલ્લી જગ્યા ગેરકાયદેસર દબાણ
  • દબાણ કરતા  અધિકારીઓ પર હુમલો
  • ડોક્ટર વિજય શાહ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા
  • પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી

વડોદરામાં કાસમ આલા કબ્રસ્તાન સામે સ્થળ વિઝિટ પર ગયેલા મનપાના ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ પર હુમલાની ઘટના બની હતી. રાણા સમાજ દ્વારા તેમની જમીન પર દબાણ થયુ હોવાની અરજી મનપાને મોકલવામાં આવી હતી જેને લઈને ડેપ્યુટી ચેરમેન અને સ્થાનિક કોર્પોરેટર સ્થળ વિઝિટ પર ગયા હતા મનપા અધિકારીઓ પર હુમલો થતા મનપાની ટીમને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.ત્યાર બાદ પોલીસની ટીમને સાથે રાખી મનપા દ્વારા ડિમોલેશન હાથ ધરાયુ હતુ.

આ પણ વાંચો : નડિયાદના નાનકડા એવા મહુધામાં લગ્નેત્તર સંબંધનો ભાંડો ફૂટ્યો, જાણો શું છે ઘટના

વડોદરામાં દબાણ દૂર કરવા પહોંચેલા ડેપ્યુટી મેયર અને કોર્પોરેશનના પદાધિકારીઓ પર એલપીજી સિલિન્ડર ફેંકાતાં શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે વડોદરાના મેયર કેયૂર રોકડિયા પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર હસ્તક આવતી જમીનમાં જે દબાણો છે એને દૂર કરવામાં આવે એવી રજૂઆત કરી હતી. મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું કે જે લોકોએ ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓ પર હુમલો કર્યો છે તેમને પોલીસે પકડી લીધા છે. તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું.

વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે. લોકો ગેરકાયદે દબાણ કરી રહ્યા છે. અહીંયા આવીને પુરાવા માંગતા ભાઈએ ગેર વર્તણુક કરી. આ જગ્યા રાણા સમાજની છે. તેઓની ફરિયાદના સંદર્ભે અમે અહીંયા આવ્યા હતા. નદીના વહેણમાં પણ જો કોઈ ઝુંપડા કે દબાણ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. આવનારા સમયમાં કામગીરી ચાલુ રહેશે. બાન માં લેવાના પ્રયાસ યોગ્ય નથી. આવનારા સમયમાં બધાએ સહકાર આપવાની જરૂર છે.

આ પણ વાંચો :મોટા ગામે દલિત યુવકના પરિવારે લગ્ન પ્રસંગમાં માથે સાફો બાંધતાં ટીખળખોરોએ કર્યો પથ્થરમારો

આ પણ વાંચો : ભુવાએ મહિલા પર આચર્યું દુષ્કર્મ, અંધશ્રદ્ધાની આડમાં કર્યું કૃત્ય

આ પણ વાંચો :વાડીએ કામ કરતા બે પિતરાઈ ભાઈનું કરંટ લાગતા મોત, પરિવાર ઘેરા આઘાતમાં

આ પણ વાંચો : 49 આરોપીઓ દોષિત, 16 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા