Gujarat Election/ પ્રથમ તબક્કાનાં મતદાનનાં સત્તાવાર આંકડા જાહેર, સૈાથી વધુ નર્મદા અને ઓછું અમરેલી જિલ્લામાં

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની 89 બેઠકોના સત્તાવાર મતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. પહેલા ચરણમાં 63.14 ટકા મતદાન થયું છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
બાપુનગર
  • પ્રથમ ચરણના મતદાનના સત્તાવાર આંકડા જાહેર
  • 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન
  • સૌથી વધુ નર્મદા જિલ્લામાં 78.24 ટકા મતદાન
  • અમરેલી અને બોટાદમાં સૌથી ઓછું મતદાન
  • અમરેલીમાં 57.59 ટકા, બોટાદમાં 57.58 ટકા મતદાન

  Official polling statistics    ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની 89 બેઠકોના સત્તાવાર મતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. પહેલા ચરણમાં 63.14 ટકા મતદાન થયું છે તેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચે કરી છે. રાજયમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ મતદાન બદલ ગુજરાતના 19  જિલ્લાઓના મતદારોનો આભાર માન્યો હતો.

તાપી જીલ્લાનું 72.32 ટકા મતદાન નોંધાયું છે. સૌથી ઓછુ અમરેલી જીલ્લાનું 52.73 ટકા મતદાન નોંધાયું છે. વલસાડમાં 72.93 ટકા, નવસારીમાં 73.98 ટકા નર્મદામાં 73.02 ટકા, ભરૂચમાં 63.08 ટકા, ભાવનગરમાં 57.81 ટકા, બોટાદમાં 57.15 ટકા, ડાંગમાં 64.84 ટકા, દેવભૂમિ દ્વારકા 59.11 ટકા, જામનગરમાં 53.98 ટકા, જૂનાગઢમાં 56.95 ટકા , કચ્છમાં 54.91 ટકા, સુરતમાં 57.83 ટકા, સુરેન્દ્રનગરમાં 60.71 ટકા, રાજકોટમાં 57.48 ટકા, નવસારીમાં 65.91, મોરબી 56.2  ટકા, સુરત 57.83 ટકા, જામનગર 53.98 ટકા, પોરબંદર 53.84 ટકા, મતદાન નોંધાયું છે. વર્ષ 2017ની સરખામણીમાં આઠ ટકા જેટલું ઓછું મતદાન થયું છે.

પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી હતી. પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 89 બેલેટ યુનિટ, 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. EVM અંગેની કુલ 18 ફરિયાદો મળી હતી. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે, જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. ગુજરાતની 89 બેઠકો પર પહેલા તબક્કાનું મતદાન થયું હતું  હવે ચૂંંટણી પંચે સત્તાવાર આંકડા જોહર કરી દીધા છે.

Dr. Amiben Yagnik Road Show/ઘાટલોડિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.અમીબેન યાજ્ઞિક આજે કરશે ભવ્ય રોડ શો

Mallikarjun Kharge’s public meeting/કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે આજે ગુજરાતમાં બે જાહેર સભાઓ સંબોધશે

Gujarat Election/પ્રથમ તબક્કામાં 70 મહિલાઓ લડી રહી છે ચૂંટણી, જાણો પહેલા તબક્કા સાથે જોડાયેલી મહત્વની બાબતો