CBSE/ કોરોનાના કાળ વચ્ચે CBSE બોર્ડનું ઓફલાઈન શિક્ષણ શરુ

આ સમયમાં હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલી કેટલીક શાળા-કોલેજોમાં હવે આજથી ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ થઇ રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પણ શિક્ષણ કાર્ય શરુ થયું છે.

Ahmedabad Gujarat
a 252 કોરોનાના કાળ વચ્ચે CBSE બોર્ડનું ઓફલાઈન શિક્ષણ શરુ

ભારતમાં કહેર મચાવનારા કોરોના વાયરસના કારણે સંક્રમણ ફેલાવાનો મોટો ભય રહેલો હતો, જેથી આ વાયરસના કારણે લાંબા સમયથી દેશમાં સ્કૂલો અને કોલેજો બંધ હતી. જો કે હવે કોરોનાનો કહેર ઓછો થઇ રહ્યો છે, ત્યારે ફરીથી ઓફલાઈન શિક્ષણ શરુ થયું છે.

આ સમયમાં હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલી કેટલીક શાળા-કોલેજોમાં હવે આજથી ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ થઇ રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પણ શિક્ષણ કાર્ય શરુ થયું છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદની CBSE શાળાના મેનેજમેન્ટ અને આચાર્યોની એક બેઠક મળી હતી. જેમાં મોટાભાગની શાળાઓએ 11 જાન્યુઆરીએ નહીં પરંતુ 18 જાન્યુઆરીથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાના મૂડમાં જોવા મળી હતી.

આ પહેલા કોરોનાના કેસો ઘટતા રાજ્યની શાળાઓમાં ધોરણ 10 અને 12ના વર્ગો તેમજ કોલેજોમાં UG અને PGના અંતિમ વર્ષના વર્ગ શરૂ કરવા માટે રાજ્ય સરકારે આદેશ આપ્યો છે, ત્યારે કોરોના વાયરસને લઈ જરૂરી તમામ ગાઈડલાઈનના પાલન સાથે સ્કૂલો શરુ થઇ છે, પરંતુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે તેણે તેના વાલીઓની અંતિમ મંજુરી ફરજીયાત રાખવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો