T20 World Cup/ લો બોલો!! આ બેટ્સમેન એક જ બોલમાં ત્રણ વખત Out થતા રહી ગયો, Video

T20 વર્લ્ડકપ 2021 નાં ​​ક્વોલિફાયર રાઉન્ડમાં, મેદાન પર કંઈક એવું થયું જેના પર તમારી આંખો ભાગ્યે જ વિશ્વાસ કરશે. આયર્લેન્ડનો બેટ્સમેન એક જ બોલમાં ત્રણ વખત રનઆઉટ થતા રહી ગયો હતો.

Sports
ત્રણ વખત આઉટ કરવાનો પ્રયાસ

T20 વર્લ્ડકપમાં નામિબિયાની ટીમે ઈતિહાસ રચ્યો છે. નામિબિયાએ હવે આયર્લેન્ડને રોમાંચક મેચમાં હરાવીને સુપર-12 રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે સુપર-12 રાઉન્ડમાં નામિબિયાનો સામનો પણ ભારત સામે થઈ શકે છે. ક્રિકેટનાં મેદાન પર, તમે ઘણી વખત જોયું હશે કે ખેલાડીઓ રન આઉટ થવાનું ટાળે છે. પરંતુ, T20 વર્લ્ડકપ 2021 નાં ​​ક્વોલિફાયર રાઉન્ડમાં, મેદાન પર કંઈક એવું થયું જેના પર તમારી આંખો ભાગ્યે જ વિશ્વાસ કરશે. આયર્લેન્ડનો બેટ્સમેન એક જ બોલમાં ત્રણ વખત રનઆઉટ થતા રહી ગયો હતો.

આ પણ વાંચો –  T20 World Cup / ભારત-પાક મેચ પહેલા કેપ્ટન કોહલીએ હાર્દિક પંડ્યાને લઇને આપ્યું ચોંકાવનારું નિવેદન

નામિબિયા અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી આ મેચમાં એક વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. આયરિશ બેટ્સમેને બોલ રમ્યો પરંતુ બોલ ધીમો હોવાથી તે વધુ દૂર જઈ શક્યો નહીં. બોલ છેલ્લો હતો, તેથી બેટ્સમેનને દોડવું જરૂરી હતુ, એટલામાં બોલર ત્યાં પહોંચ્યો અને બેટિંગ એન્ડ પર તેને આઉટ કરવા માટે બોલને ફેંક્યો હતો. બોલરે બોલને વિકેટ તરફ ફેંક્યો, પરંતુ તે સ્ટમ્પ પર ન વાગ્યો અને તે રનઆઉટની તક ચૂકી ગયો. કીપર પણ તે બોલ ચૂકી ગયો હતો, તેથી બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યાંથી ફિલ્ડરે બોલ ફેંક્યો, પછી વિકેટકીપરે ફરીથી રનઆઉટ કરવાની તક ગુમાવી. વિકેટકીપરે બોલને બીજા છેડે ફેંકી દીધો અને ફરી એવું બન્યું કે ફિલ્ડર બેટ્સમેનને રનઆઉટ કરવામાં તક ગુમાવી ગયો.

https://www.instagram.com/reel/CVVGoLwlunJ/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો –  T20 World Cup / ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય, પ્રથમ બેટિંગ કરતા દ.આફ્રિકાની શરૂઆત ખરાબ

બેટ્સમેન એક જ બોલ પર ત્રણ વખત રન આઉટ થતા બચી ગયો હતો અને રન દોડતી વખતે બેટ્સમેનોએ ત્રણ રન લીધા હતા. ક્રિકેટનાં મેદાન પર આવો નજારો ભાગ્યે જ જોવા મળે છે, જ્યાં એક જ બોલ પર ત્રણ વખત રનઆઉટ થવાની તક હોય અને ત્રણેય વખત વિરોધી ટીમ તે તક પણ ચૂકી જાય. આયર્લેન્ડે પોતાની 20 ઓવરમાં માત્ર 125 રન બનાવ્યા હતા, જેને 18.3 ઓવરમાં નામીબિયાએ પાર કર્યો હતો. નામીબિયા માટે સૌથી મોટો સ્ટાર ડેવિડ વિઝી રહ્યો હતો જેણે બે વિકેટ લીધી અને 14 બોલમાં 28 રન બનાવ્યા હતા. ડેવિડ વિઝીએ પોતાનો છેલ્લો T20 વર્લ્ડકપ દક્ષિણ આફ્રિકા માટે રમ્યો હતો.