Not Set/ “ઓલ્ડ ઇઝ ગોલ્ડ” અને “હેમ” રેડીયો, આ વારંવાર સાબિત પણ કરે છે!!

આફતમાં આર્શીવાદ રૂપ  અને કુદરતી આફતોમાં તો વરદાન રૂપ, જેનો વીજ પુરવઠા વગર પણ ઉપયોગ કરી શકય છે અને જે ઈ-મેલ કે નેટ કનેક્ટીવીટી વગર પણ ઉપયોગમાં આવે છે. જ્યારે દેશ દુનિયામાં કુદરતી આફત સમયે આધુનિક સમયની તમામ ટેકનોલોજી કામમાં આવતી નથી. ત્યારે ફકત હેમ રેડિયો જ છે જે આર્શીવાદ રૂપ સાબિત થાય છે. તો […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others
ham radio “ઓલ્ડ ઇઝ ગોલ્ડ” અને “હેમ” રેડીયો, આ વારંવાર સાબિત પણ કરે છે!!

આફતમાં આર્શીવાદ રૂપ  અને કુદરતી આફતોમાં તો વરદાન રૂપ, જેનો વીજ પુરવઠા વગર પણ ઉપયોગ કરી શકય છે અને જે ઈ-મેલ કે નેટ કનેક્ટીવીટી વગર પણ ઉપયોગમાં આવે છે. જ્યારે દેશ દુનિયામાં કુદરતી આફત સમયે આધુનિક સમયની તમામ ટેકનોલોજી કામમાં આવતી નથી. ત્યારે ફકત હેમ રેડિયો જ છે જે આર્શીવાદ રૂપ સાબિત થાય છે. તો શું તમે જાણો છે આ “હેમ રેડિયો” વિશો અને તે કેમ કામ કરે છે?

ઇન્ટરનેટનાં વળગાળનાં આજનાં યુગમાં પણ જ્યારે સુનામી, વાવાઝોડુ, ભૂકંપ કે જળપ્રલય સર્જા‍ય અને ઉપગ્રહ આધારિત સંદેશા વ્યવહાર ઠપ થાય છે. સેટેલાઇટ ફોન કે નેટ કામ લાગતા નથી. આવા સમયે હેમ રેડિયો એટલે કે “એમેચ્યોર રેડિયો” જ માનવ જીવન બચાવવા અને રાહત અને બચાવની કામગીરી માટે સંકટ સમયની સાંકળ પુરવાર થાય છે. હવે તો હેમ રેડિયોનાં માધ્યમથી ફકત વાતચીત જ નહીં, પરંતુ નેટ સુવિધાનાં આભાવમાં કે નેટ સુવિધા વગર ઇ-મેઇલ ફણ કરી શકાય છે.

ham radio “ઓલ્ડ ઇઝ ગોલ્ડ” અને “હેમ” રેડીયો, આ વારંવાર સાબિત પણ કરે છે!!

હેમ રેડિયો મારફતે વિશ્વના કોઇ પણ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની સુવિધાની બિલકુલ જરૂરીયાત નથી. સંચાર માધ્યમની તમામ આધુનિક સુવિધા વિના જ સંદેશા મોકલી શકાય છે. એક દાયકા પહેલા જ્યારે ભયાનક સુનામી ત્રાટક્યું હતું. ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. બસ હેમ રેડીયોનાં ઉપયોગ માટે સરકારની વિધીગત પરવાનગી જરૂરી છે.

ham radio1 “ઓલ્ડ ઇઝ ગોલ્ડ” અને “હેમ” રેડીયો, આ વારંવાર સાબિત પણ કરે છે!!

20મી સદીમાં શરૂથયેલ હેમ રેડિયોએ એક અનોખી ટેકનોલોજી સંલગ્ન હોબી છે. જેના માટે સરકારના કેટલાક નિયમોનું પાલન કરવુ આવશ્યક છે. અને આ માટે સંચાર મંત્રાલયનાં વાયરલેસ પ્લાનિંગ અને ર્કોડિનેશન વિંગ દ્વારા એક પરીક્ષા લેવાયા બાદ લાઇસન્સ આપવામાં આવે છે. હેમ રેડીયોનાં ઉપયોગ માટે સરકારનું લાયસન્સ ફરજીયાત છે. આપને જણવી દઇએ કે ગુજરાતનું એક માત્ર ડિજિટલ કોમ્યુનિકેશનની સુવિધા ધરાવતું “હેમ રેડિયો” સ્ટેશન રાજકોટમાં આવેલું છે. અને ઇન્ટરનેટની સુવિધા વગર હેમ રેડિયો દ્વારા ટેક્સટ મેસેજિંગ શક્ય છે. હવે હેમ રેડિયોના માધ્યમે ફોટોગ્રાફ અને ઇ-મેઇલ પણ મોકલી શકાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.